વલસાડમાં માનવ તસ્કરીનો ભોગ બનેલો યુપીનો યુવક પોલીસને મળી આવ્યો

ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના સિરસા ખાતેથી એક 21 વર્ષના યુવકને તેના પિતરાઇ ભાઇ તથા અન્ય ઇસમોએ બેંગ્લોર ખાતે ધંધા અર્થે લઇ ગયા બાદ વેચી નાંખ્યો હતો.જો કે ત્યાંથી નાસી છુટેલો આ યુવક વલસાડના ગુંદલાવમાં તેના બનેવીના ઘરે આવી પહોંચતા રૂરલ પોલીસે યુપી ખાતે જાણ કરી તેના પિતાને બોલાવી સુપરત કરી દેતાં પરિવાર જનોએ મોટી રાહત અનુભવી હતી.
ઉત્તર પ્રદેશના સિરસા,જિ.જાલોન ખાતે રહેતા શિવસિંગ હાકિમ સિંગ પરિહાર ઉ.21ને તેના કાકાના પૂત્ર રણધીરસિંહ કમલસિંગ પરિહાર ,રોહિતસિંગ કમલસિંગ પરિહાર,રોહિતનો સાળો સંજુ સાથે બેંગ્લોર ખાતે કામધંધા માટે લઇ ગયા હતા.જ્યાં આ ઇસમોએ પોતાના કુટુંબી યુવકને જ વેચી માર્યો હતો.આ અંગે યુવક શિવસિંગે યુપી સિરસા ગામે તેની માતા કમલાદેવીને ફોન પર સમગ્ર હકીકતની જાણ કરતા માતાએ પરિવારના આ સભ્યો વિરૂધ્ધ સિરસા કલાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે માનવ તસ્કરીનો ગુનો દાખલ કર્યો હતો.બીજી તરફ માનવ તસ્કરીનો ભોગ બનેલ યુવક શિવસિંગે યેનકેન પ્રકારે આ લોકોની ચૂંગાલમાંથી ભાગી છુટી વલસાડ ગુંદલાવ રહેતા તેના બનેવી ચિત્તરસિંગ પરિહારના ઘરે આવી પહોંચ્યો હતો.આ અંગે એસપી ડો.રાજદિપસિંહ ઝાલા,ડીવાયએસપી એમ.એન.ચાવડા દ્વારા ગુમ થનાર ઇસમોને શોધવા આપેલી સૂચનાના આધારે વલસાડ રૂરલ પીએસઆઇ આર.બી.વનારને મળેલી માહિતીના આધારે એએસઆઇ ચંદુભાઇ, ખુમાનસિંહ,મયુરસિંહ,રાજેશ વિગેરે ટીમને યુપી ખાતે યુવકને વેચી મારવાની નોંધાયેૈલી ફરિયાદમાં ગુમ થનાર યુવક ગુંદલાવમાં હોવાની માહિતી મળી હતી.જેના પગલે રૂરલપોલીસે આ યુવકને યુપી પોલીસને જાણ કરતા યુવકના પિતા વલસાડ આવી પહોંચ્યા હતા,જેમને તેમના પૂત્રને સોંપી દેવાતાં પરિવારજનોને રાહત મળી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close