પારડીમાં ચોરીની ઘટનાઓમાં વધારો થતા પોલીસ સતર્ક બની, રાત્રિના અંધારામાં લપાતા છુપાતા ચાર યુવકોને ઝડપી પાડ્યા

પારડી તાલુકામાં અને શહેરમાં ઘરફોડ ચોરીઓની ઘટનાઓ વધુ બની રહી છે. જેને અટકાવવા માટે પારડી પોલીસે નાઈટ પેટ્રોલિંગ વધારી દીધું છે. નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન દમણી ઝાંપા પાસે એક ગલીમાં અંધારામાં લપાતા છુપાતા 4 યુવકોને નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી પાડયા હતા. પારડી પોલીસે યુવકોની તલાસી લેતા યુવકો પાસેથી કોઈ ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી ન હતી. પારડી પોલીસે યુવકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી
વલસાડ જિલ્લાના પારડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓનું પ્રમાણ દિવસે દિવસે વધતા વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પારડી PSI બેરિયાએ પારડીમાં ઘરફોડ ચોરી અટકાવવા માટે નાઈટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પારડી પોલીસે દમણી ઝાપા પાસે ગલીમાં અંધારામાં લુપાતા છુપાતા અલગ અલગ 4 યુવકો ઉપર શંકા જતા પારડી પોલીસે યુવકોને ઝડપી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પારડી પોલીસે યુવકોની અંગઝડતી કરતા કોઈ ગુનાહિત વસ્તુઓ મળી આવી ન હતી. પારડી પોલીસે યુવકોની પ્રાથમિક પૂછપરછ કરતા યુવકો સંતોષ કારક જવાબ આપી શક્યા ન હતા. જેથી યુવકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close