News
વલસાડ જિલ્લામાં ‘દિકરી ઘરનું ગૌરવ' એક નવી પહેલની શરૂઆત જિલ્લા વિકાસ અધિકારીએ ડુમલાવ ગામે દેવ્યાંશીના ઘરે નેમપ્લેટ લગાવી
માહિતી બ્યુરો વલસાડ તા.૧૭: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ ગામે ભારત સરકારની બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત ‘દિકરી ઘરનું ગૌરવ' શીર્ષક હેઠળ જિલ્લામાં વધુ જન્મદર ધરાવતા ગામડાઓની દિકરીઓના ઘરને તેમના નામની નેમ પ્લેટ લગાવી ઘરની ઓળખ હવેથી તે દિકરીના નામે થશે,તેવી એક નવી પહેલની શરૂઆત જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા કરવામાં આવી હતી.
આ શીર્ષક હેઠળ આજે ડુમલાવ ખાતે પારસી ફળીયામાં રહેતા દેવ્યાંશી કલ્પેશભાઇ પટેલના ઘરે ‘દેવ્યાંશી નિવાસ' નામની નેમ પ્લેટ લગાવી લાભાર્થી દિકરીને સન્માનવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના બીબીબીપી સેલ વલસાડ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ,પારડીના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી, આઇ. સી.ડી.એસ. વિભાગ પારડીના કર્મચારીઓ તેમજ ડુમલાવ ગામના સરપંચ અને અન્ય ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment