કલેક્ટરના આદેશ બાદ વલસાડ,વાપી અને ઉમર ગામમાં DSO, SDMની ટીમ ત્રાટકી કાર્યવાહી કરી જિલ્લામાં પુરવઠા વિભાગના દરોડા, 518 સિલિન્ડર કબજે લેવાતાં ફફડાટ

જિલ્લામાં રાંઘણ ગેસના સિલિન્ડરોના ગેરકાયદે વેપલા સામે કલેકટર ક્ષિપ્રા અગ્રેએ જિલ્લા પુરવઠા ખાતાને કડક કાર્યવાહીના આદેશ આપતા આપ્યા હતા.જેના પગલે પુરવઠા વિભાગના ઇન્ચાર્જ DSO કેતુલ ઇટાલિયાસહિત ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ રાંધણ ગેસના સિલિન્ડરોની અનધિકૃત હેરાફેરી કરનારાઓને પકડી પાડવા માટે પુરવઠા વિભાગની ટીમો અલગ અલગ જગ્યાએ જૂદા જૂદા તાલુકામાં ત્રાટકી હતી.દરમિયાન વલસાડ,વાપી અને ઉમરગામ પંથકમાં પુરવઠાની ટીમે સાગમટે દરોડા પાડ્યા હતા.
વલસાડ હાઇવે પર એક હોટલ અને પારડી સાંઢપોરમાં એક ટેમ્પોમાંથી અનધિકૃત રીતે લઇ જવાતા ચીખલીની એક એજન્સીના ટેમ્પોને સિલિન્ડર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પ્લાનિંગ મુજબ ટીમે વલસાડ,વાપી અને ઉમરગામ માં વિવિધ સ્થળોએ છાપા માર્યા હતાં. ઇન્ચાર્જ વલસાડ જીલ્લા પુરવઠા અધિકારી અને ધરમપુરના પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા ઇન્સ્પેક્ટરોની ટીમ, કપરાડા પ્રાંત અધિકારી સાગર મોવલિયા, વલસાડ ના પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, વલસાડ મામલ તદાર તેજલબેન પટેલ, વાપી મામલતદાર પ્રશાંત પરમાર, ઉમરગામ મામલતદાર પ્રતિક ઝાખડ તથા સંબંધિત તાલુકાના નાયબ મામલતદારો, રેવન્યુ તલાટીઓની ટીમની મોડી સાંજથી સવારે સાડા પાંચ વાગ્યા સુધી 13 કલાકની ચાલેલી આ સઘન તપાસમાં કુલ 518 ગેસ સિલન્ડરો કબજે કરાયા હતા.આ સાથે તંત્રએ વાહનો સહિત કુલ રૂ.3.16 લાખનો મુ્દ્દામાલ કબજે કર્યો હતો.
જિલ્લા પુરવઠા અને મહેસુલની ટીમે વાપીમાં 4 સ્થળે દરોડો પાડ્યો હતો. ભડકમોરામાં અન અધિકૃત ગેસ રિફીલિંગ કરતી સંસ્કૃતિ આર્કેડ નામની દુકાનમાંથી 20 સિલિન્ડર, 02 વજન કાંટા અને ગેસ રિફીલિંગ પાઇપ, જીઆઈડીસી ચાર રસ્તા વિસ્તારમાં હોલસેલ સિલિન્ડરની દુકાનોમાંથી પ્રમાણભૂત વિનાના 369 સિલિન્ડર, ભડકમોરામાં બે સ્થળો પરથી 27 અને 15 સિલિન્ડર કબ્જે કર્યા હતા. વલસાડમાં 77 સિલિન્ડર,ફુડ એન્ડ ડ્રગ્સના સેમ્પલો પણ લીધાં જિલ્લા પુરવઠા ટીમે વલસાડમાં ચેકિંગ હાથ ધરતાં પારડીસાંઢપોર મુખ્ય રસ્તા પર રોડની સાઈડમાં અગ્નિ શામક સાધનો વિના ઉભેલા ટાંકલ ગેસ એજન્સીના બે છોટા હાથી ટેમ્પામાંથી 72 સિલિન્ડર ઝડપ્યા હતા.ઉપરાંત હાઇવે પરની હોટલમાં 05 ડોમેસ્ટિક સિલિન્ડર કબજે કર્યા હતા.
વધુમાં ઉમરગામમાં કિરાના સ્ટોર્સની કરીયાણાની દુકાનમાંથી ફાયર સેફટીની વ્યવસ્થા વિના વેચાણ કરતા 10 સિલિન્ડર પકડી પાડયા હતાદરોડા પૈકી ગેસ રિફીલિંગ અને સંગ્રહ કરનારી એક દુકાનના સંચાલક સામે વાપી પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close