News
વાપીમાં કોરોના કાળમાં ફેફસાને શુદ્ધ હવા મળે એ આશયથી 20 લાખના ખર્ચે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો
વાપી જીઆઇડીસીમાં કોરોનાકાળમાં ઓક્સિજન ની સમતુલા જળવાઇ રહે તે માટે 4 માસથી ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યું હતું. 125 ઓક્સિજન આપતાં પ્લાન્ટના વાવેતર સાથે અદ્યતન ડિઝાઇનમાં પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. ગુરૂવારે નાણામંત્રીના હસ્તે આ ઓક્સિજન પાર્કને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વાપી વીઆઇએની ગ્રીન સોસાયટી દ્વારા જીઆઇડીસી, એનએએ, વીજીઇએલ, જીપીસીબીના સહયોગથી ઔદ્યોગિક વસાહતના પ્રવેશ બિંદુ પર લેન્ડમાર્ક ક્લેપ્સ હેન્ડ ખાતે ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યું છે.
લગભગ 4 મહિનામાં ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના જન્મદિવસે જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ઓક્સિજન પાર્ક લોકો માટે ખુલ્લો મુકાયો હતો. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં નિષ્ક્રિય અને જર્જરિત હાલતમાં પડી રહેલ જમીનને વિકસાવવાની કલ્પના કરવામાં આવી અને તેના ફળ સ્વરૂપ સુંદર પ્રોજેક્ટ ઓક્સિજન પાર્કની રચના થઇ છે. કલ્પેશ વોરાએ જણાવ્યું હતું કે કોરોનામાં સમતુલા જળવાઇ રહે તે માટે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. 125 પ્લાન્ટો નાખવામાં આવ્યાં છે.
ઓક્સિજન પાર્કમાં વિવિધ કેટેગરીના પ્લાન્ટો લગાવાયા
ઓક્સિજન પ્લાન્ટ: સિંદુરી, મોહાનગી, એરેકાપામ, બોહેનિયા, બદામ, લેજીસ્ટોનિયા, બીઘોનિયા, કદમ, લીમડો
વેજીટેબલ પ્લાન્ટ લિસ્ટ બ્રોકોલી, ટોમેટો, પિંક બ્રિન્ઝલ, મુક્તારાઉન્ડ બ્રિઝલ, કોલી ફલાવર,ડેબીકા ટોમેટો
ફુટ પ્લાન્ટ લિસ્ટ: ગૌવા, જેક ફ્રુટ, આલ્મન્ડ, પપૈયા, ઇલાયચી બનાના, ચેરી,
બીગ ટ્રી પ્લાન્ટ લિસ્ટ: બોરસાલી, કરી-ટ્રી,સપ્તપાની, ટેબેબુયા રોઝીયા,કદમ,ગારમાળો, ગોલ્ડન બામ્બુ, નેરેલી.
Previous article
Next article
Leave Comments
Post a Comment