વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સરકારી એન્જિ. કોલેજમાં ઉજવણી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧ માર્ચ મહિલા ઓને માન સન્માન આપવા અને મહિલાઓની શક્તિને ઉજાગર કરવા તેમજ તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે ૮ મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિભાગ તેમજ સરકારી ડિગ્રી તથા પોલિટેકનિક કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. ૮ માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણીના ઉપલક્ષમાં સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં તા. ૧ માર્ચે સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 
જેમાં વિશેષ ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મહિલાઓને ટેક્નોલોજી અને ઈનોવેશન સાથે જોડાવા આહવાન કર્યું હતું. UNITED NATIONS ORGANIZATION (UNO) દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ નક્કી કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માટેની થીમ Digit all ‘INNOVATION AND TECHNOLOGY FOR GENDER EQUALITY’ જાહેર કરવામાં આવી છે. જે થીમના આધારે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી હતી. 
કાર્યક્રમમાં વલસાડ એન્જિનિયરિંગ કોલેજના છ વિદ્યાર્થીઓ સાથે INNOVATION AND TECHNOLOGY FOR GENDER EQUALITY વિષય પર ટોક શો નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ મહિલાઓને ડિજીટલ ટેક્નોલોજી અને ઇનોવેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મુકી ઘરઘંટી અને મિક્સરની શોધના ઉદાહરણ આપી ડિજીટલ ટેક્નોલોજી અને ઇનોવેશન મહિલાઓ માટે કેટલા આશીર્વાદરૂપ છે તે સમજાવ્યું હતું. વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ, સરકારી ઈજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો. વી. એસ. પુરાણી, કોલેજના વુમન સેલ ડેવલપમેન્ટના ચેરમેન પ્રો. ખ્યાતિ કે. મોદી અને પોલિટેકનિક કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ આર.આર.શુક્લા દ્વારા થીમ આધારિત વકતવ્યો રજુ કરવામાં આવ્યા હતા. સાથે INNOVATION AND TECHNOLOGY FOR GENDER EQUALITY વિષય પર(ઓનલાઈન) નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ હાજર રહ્યો હતો. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close