વલસાડની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ધરમપુરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિદ્યાર્થીઓએ ઇતિહાસ, ખગોળ વિજ્ઞાન અને ભારતીય વિજ્ઞાન વારસાની માહિતી મેળવી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧ માર્ચવલસાડ સરકારી ઇજનેરી કોલેજ દ્વારા જી-૨૦ની થીમ પર તા. 28 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી ઓ અને ફેકલ્ટીઓ માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર અને લેડી વિલ્સન મ્યુઝિયમની શૈક્ષણિક મુલાકાત ગોઠવવામાં આવી હતી. 
ધરમપુર ખાતે વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની ઉજવણીની થીમ "ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલ બીઇંગ" પર સર સી વી રામનના જીવન ચરિત્ર પર એક પોપ્યુલર સાયન્સ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી-20 નોડલ ઓફિસર ડૉ. ભદ્રેશ આર. સુદાણી અને આઈઆઈસી કોર્ડીનેટર ડૉ. આર. સી. માલણ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ માટે એક પ્રેઝન્ટેશન સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ ગેલેરીઓનું અવલોકન, વિવિધ પ્રકારના શો, 3ડી ચલચિત્ર, ઇનોવેશન હબ, મીરર ગેલેરી, રોબોટિક્સ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો વગેરે જેવી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ આયોજીત કરવામાં આવી હતી. 
વધુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેડી વિલસન મ્યુઝિયમની પણ મુલાકાત કરવામાં આવી હતી. લેડી વિલ્સન મ્યુઝિયમ ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ ગોઠવવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ અને લેડી વિલ્સન મ્યુઝિયમના ડાયરેક્ટર ડૉ.ઇન્દ્રા વત્સ દ્વારા સોલ્યુશન ઓફ લાઈફ વિષય પર સુંદર પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઇતિહાસ, ખગોળ વિજ્ઞાન અને ભારતીય વિજ્ઞાન વારસા પર પ્રેઝન્ટેશન દ્વારા લાભ લીધો હતો.  
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન G20 નોડલ ઓફિસર ડો. ભદ્રેશ આર. સુદાણી અને ઇવેન્ટ કોર્ડીનેટર પ્રો. રેશ્મા આર. માલણ દ્વારા સંસ્થાના આચાર્યશ્રી ડૉ. વી. એસ. પુરાણી અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અધિકારી અશોક જેઠેના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં G20 ટીમ મેમ્બર ડૉ. યોગેન્દ્ર ટંડેલ અને પ્રો. અરવિંદ મિશલ સહિત 110 જેટલા લોકોએ ભાગ લીધો હતો. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close