વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીની ઉજવણી નિમિત્તે સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૧ માર્ચ વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીને નિમિત્તે જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર. જ્હાએ ગુજરાત (મુંબઈ) પોલીસ અધિનિયમ - ૧૯૫૧ (સને-૧૯૫૧નો ૨૨મો)ની કલમ-૩૭ની પેટા કલમ -૩થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૬-૦૩-૨૦૨૩ થી તા. ૨૦-૦૩-૨૦૨૩ સુધી અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ૪ કરતા વધુ માણસોની કોઈ સભા કરવા કે બોલાવવા, સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસમાં, રેલવેમાં મુસાફરી કરવા માંગતા સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિઓને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો અને અભિયાનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૩) મુજબ અથવા ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઈન્સ્પેકટર કે તે ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close