બાળકનાં ગળામાં બે રાઉંન્ડ વિટળાયેલી ગર્ભનાંડને છુંટી કરી 108એ નવજીવન આપ્યું

વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાની કપરાડા 3, 108 એમ્બ્યુલન્સનેં વારોલી જંગલનો કેસ મળ્યો હતો એમ્બ્યુલન્સ માંજ સફળ પ્રસુતિ કરી બાળક અને માતાનેં બચાવી 
વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકામાં આવેલ વારોલી જંગલ ગામે એક પ્રસુતાનેં દુખાવો ઉપાડ્યાનો 108 એમ્બ્યુલન્સ નેં વારોલી જંગલ નો કપરાડા 3 108 નેં કોલ મળ્યો હતો. જેને પગલે 108 એમ્બ્યુલન્સની ટિમ તાત્કાલિક ધોરણે પ્રસુતાને ઘરે પોહચી હતી. અને મહિલાનેં લઈને હોસ્પિટલ જવા માટે રવાના થયાં હતાં. આ દરમિયાન 21 વર્ષ ની રમીલા બેન પ્રવીણ ભાઈ બોગે નેં રસ્તામાં વધું દૂખાવો ઉપડતાં ઈ.એમ.ટી પ્રવીણકુમાર પટેલીયા અને પાઇલોટ રાહુલભાઈ પટેલ દ્રારા સમય સૂચકતાનો ઉપયોગ કરી 108 એમ્બ્યુલન્સ નેં રસ્તા નાં માર્ગની સાઈડમાં ઉભી રાખી હતી. અહીં ઈ. એમ. ટી પ્રવીણકુમાર પટેલીયા અને પાઇલોટ રાહુલભાઈ પટેલ એ એમ્બ્યુલન્સ રસ્તાની બાજુએ ઉભી રાખી ડીલેવરી કરાવતી વખતે બાળકનાં ગળામાં ગર્ભનાડ બે રાઉન્ડ વીંટળાયેલી જણાઇ. આવી હતી. જેથી માતા તથા બાળકનાં જીવને જોખમ હોય જેના પગલે તેઓએ અમદાવાદ હેડ ઓફિસ માં કોલ કરી. ERCP Dr મિલન sir માર્ગદર્શનથી ઇન્જેક્શન અને દવાઓ આપવાંમાં આવી હતી. અને એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સ માં સફળ ડીલેવરી કરાવી હતી. ત્યારબાદ બાળક અને માતાને વધું સારવાર અર્થે CHC નાનાં પોંઠા ખાતે દાખલ કરવામાં આવી હતી. આ મહિલા તથા નવજાત બાળકને નવજીવન મળતાં પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર માન્યો હતો. સાથે વલસાડ 108 નાં EME સંજય વાગમારે અને પોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર દ્વારા 108 એમ્બ્યુલન્સ કપરાડા 3 ટીમનેં પ્રો્સાહિત કરી કામગીરીનેં બિરદાવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close