આશ્રમ શાળાના બાળકોને દિવાળીની ભેટ SSGSમાં ઉજવાયો અનોખો ફૂડ ફેસ્ટિવલ,

આશ્રમ શાળાના બાળકોને દિવાળીની ભેટ આપવા SSGS માં ઉજવાયો અનોખો ફૂડ ફેસ્ટિવલ, માતાપિતાએ આપેલી ખાદ્ય સામગ્રીમાંથી શિક્ષકોએ વ્યંજન બનાવી તેનું વેંચાણ કરી રકમ એકત્ર કરી હતી 
દિવાળીના તહેવાર દરમ્યાન દરેક બાળકના જીવનને ખુશીથી ભરી શકાય એવા ઉદ્દેશ્યથી વાપીના સલવાવ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રિ-પ્રાઇમારી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓના સંયુક્ત પ્રયાસમાં એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.  
આ વિશેષ ચેરિટી ફૂડ ફેસ્ટિવલના ઉદેશ્ય અંગે ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામી અને પ્રિ-પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ નીતુ સિંહે જણાવ્યું હતું કે, બાળકોમાં બાળપણથી જ બીજા પ્રત્યે સહાનુભૂતિ, દયાભાવના અને ઉચ્ચ સંસ્કારનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી આ એક ચેરિટી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.   
આ ફૂડ ફેસ્ટિવલમાં બાળકોના માતાપિતા દ્વારા વિવિધ ખાદ્યચીજો આપવામાં હતી. એમાંથી શાળાના શિક્ષકોએ સેન્ડવીચ, સેવપુરી, પાણીપુરી, પકોડા, ભેલ જેવી ખાદ્ય ચીજો બનાવી તેના સ્ટોલ લગાવ્યાં છે. જે દરેક સ્ટોલ પરથી તેના વેંચાણ બાદ જે રકમ એકત્ર થશે તે રકમ આશ્રમશાળાના નિરાધાર, જરૂરિયાતમંદ બાળકોને દિવાળી ભેટની શુભેચ્છા રૂપે આપવામાં આવશે.
શનિવારે 19મી ઓક્ટોબરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવ કેમ્પસમાં દિવાળીના તહેવાર દરમિયાન દરેક બાળકના ચહેરા પર ખુશીઓ ખીલી ઉઠે તેવા ઉદ્દેશ્યથી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ મળીને એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ ફૂડ ફેસ્ટિવલમાં શાળાના શિક્ષકોએ બનાવેલ આ સ્વાદિષ્ટ વ્યંજનની વિદ્યાર્થીઓ-વાલીઓએ હોંશેહોંશે ખરીદી હતી. અને સેવાના કાર્યક્રમ ઉત્સાહભેર મદદરૂપ થયા હતાં. તો, સમાજસેવાના આ ઉત્તમ કાર્યથી અન્ય શાળાના સંચાલકો, શિક્ષકોને પણ પ્રેરણા પુરી પાડી હતી.


Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close