News
દમણ મેમણ જમાત દ્વારા આજે મેમણ સમાજ માટે ગેટ ટુ ગેધર અને ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
દમણ મેમણ જમાતના પ્રમુખ સમીરભાઈ પાકીઝા ની અધ્યક્ષતા માં આયોજિત આ કાર્યક્રમ માં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના રાષ્ટ્રીય પ્રવક્તા અને વલસાડ જિલ્લા ઝોનલ સેક્રેટરી મજીદ લધાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.....
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાની તમામ મેમણ જમાતના પ્રમુખો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે સિલ્વાસા જમાતના પ્રમુખ ઈદ્રીશ ભાઈ બોદલા, ઉમરગાંવ જમાતના પ્રમુખ અસ્ફાક ભાઈ ઘેટા, સંજાણ મેમણ જમાતના પ્રમુખ નાસીર ભાઈ જાલીયાવાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજના કાર્યક્રમ માં અનુપસ્થિત વલસાડ જમાતના પ્રમુખ સિદીક ભાઈ મેમણ અને વાપી મેમણ જમાતના પ્રમુખ આરીફ ભાઈ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
આજના કાર્યક્રમને સફળ બનાવવા દમણ મેમણ જમાતના ટ્રસ્ટીઓ જેમાં મુખ્યત્વે આસીફભાઈ ચુડવાવાલા, ફૈઝલ કાપડિયા, અકબર ભાઈ વાઘડિયા, ઈસ્માઈલ મેમણ, સિરાજ શરીફ વગેરેએ સહયોગ આપ્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment