નવરાત્રી પર્વમાં વલસાડ જિલ્લા પોલીસની સરાહનીહ કામગીરી ધાર્મિક તહેવારોમાં દારૂનો નશો કરી આવતા 386 અને 1406 કુલ કેસ નોંધાયા

હાલમાં નવરાત્રીનો ધાર્મિક તહેવાર શાંતીથી પૂર્ણ થયેલ હોય નવરાત્રી તહેવાર નિમિતે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આગોતરા આયોજન મુજબ પોલીસ મહાનિરિક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.કરનરાજ વાઘેલાસાહેબ નાઓની સુચના આધારે વલસાડ જીલ્લાના તમામ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી, વેચાણ કરતા ઇસમો તથા નવરાત્રી ના તહેવાર નિમિતે સાર્વજનિક તથા જાહેર સ્થળોએ રમાડવામાં આવેલ ગરબામા લોકો દ્વારા દારૂનો નશો કરી ગરબા રમતા તથા દારૂનો નશો કરી વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધમા કાર્યવાહી કરવા સારૂ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી. 
સમગ્ર નવરાત્રી દરમ્યાન સાર્વજનિક તથા જાહેર ગરબીના સ્થળોએ મહિલા પોલીસની SHE TEAM તથા વલસાડ પોલીસ દ્વારા સતત ખડે પગે ફરજ બજાવી સમગ્ર નવરાત્રી દરમ્યાન દારૂનો નશો કરી ગરબા રમતા તથા દારૂના નશામાં વાહન ચલાવતા ઇસમો તેમજ રોમિયોગીરી કરતા ઇસમો વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા આવેલ હતી. સમગ્ર નવરાત્રી દરમ્યાન વલસાડ જીલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.
નવરાત્રીનો ધાર્મિક તહેવાર શાંતિ તથા સુખમય રીતે પરીપુર્ણ થયેલ છે તેમજ સમગ્ર નવરાત્રી દરમ્યાન વલસાડ જીલ્લામાં કોઇ અણબનાવ બનવા પામેલ નથી. તે જ રીતે નજીકના સમયમા દિવાળી તથા નવા વર્ષનો પર્વ આવનાર હોય આ પવિત્ર તહેવાર દરમ્યાન પણ સુંદર કામગીરી ચાલુ રહેશે. દિવાળીના તહેવારો દરમ્યાન પોતાના રહેણાંક તેમજ વ્યાપાર ધંધાના સ્થળે સતર્ક રહી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને સુચનાઓને અમલીકરણ કરશો જેથી ચોરી, લૂંટ જેવા બનતા બનાવો અટકાવી શકાય.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close