News
પ્રફુલભાઈ પટેલને હું પૂછવા માંગુ છું કે શું Daman and Diu માં માછીમારી કરવી ગુનો છે કે પાપ? દમણ દીવ સાંસદ ઉમેશ પટેલ
દમણ અને દીવના સાંસદના મીડિયા પ્રભારી
ઉપેન્દ્ર કેશવ :- દમણ પ્રશાસનના આદેશથી દમણ નગરપાલિકાના કર્મચારીઓએ દરિયા કિનારે માછીમારો દ્વારા જાળ સુકવવા અને રીપેરીંગ કરવા માટે બીચ પર જાળ અને તેની સામગ્રી રાખી હતી અને માછલીને સૂકવવા માટે સાડી / કાઠી બાંધવામાં આવી હતી, જેને ડીએમસી દ્વારા તોડી નાખવામાં આવી હતી. આ ઘટના અંગેની માહિતી પીડિત મહિલા ઓએ દમણ અને દીવના સાંસદશ્રી ઉમેશ ભાઈ પટેલને ફોન ઉપર માહિતી આપતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા , અને તેમણે કહ્યું કે હું કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હું પૂછવા માંગુ છું કે શું દમણ અને દીવમાં માછીમારી કરવી ગુનો છે કે પાપ?
આજે ભારત સરકાર વિવિધ યોજનાઓ હેઠળ સબસીડી આપી રહી છે જેથી માછીમારો આધુનિક રીતે મત્સ્યપાલન અને માછીમારી કરી જીવનનિર્વાહ કરી શકે અને આપણું વહીવટીતંત્ર ન તો આપણાને રોજગારી આપે છે અને જે માછીમારીનો વ્યવસાય કરે છે તે પણ બંધ કરવી રહ્યું છે? આપણે જઈએ તો ક્યાં જઈએ?
તાજેતરમાં, માછી સમાજ દ્વારા દરિયા કિનારે તર્પણ ઘાટ બનાવવામાં આવ્યો હતો જ્યાં લોકો તર્પણ વિધિ કરવા માટે દૂર દૂરથી અહીં આવતા હતા, જે પહેલાથી જ પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. અને આજે દમણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા માછલીઓને સૂકવવા માટે માછીમારો દ્વારા કાઠી બાંધવામાં આવી હારી જેનો નાશ કરવામાં આવ્યો હતો.
આજે દમણ દીવમાં લોકોના ઢાબા તોડી પાડવામાં આવ્યા હતા, મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, લોકોની દુકાનો તોડી પાડવામાં આવી હતી, લોકોની લારીઓ તોડફોડ કરવામાં આવી હતી, તો કેટલાક બાર અને રેસ્ટોરન્ટના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. આ વહીવટીતંત્ર શું કરવા માંગે છે? શું તે દમણ અને દીવના લોકોની રોજીરોટી છીનવી લેવા તત્પર છે?
જો નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી હોય તો ઓછામાં ઓછો સમય તો આપો જેથી તેને યોગ્ય રીતે હટાવી શકાય જેથી નુકસાન ટાળી શકાય. હું નગરપાલિકાના પ્રમુખ અને સીઓ ને નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે તમારી નગરપાલિકા પરિષદ માત્ર લોકોના મતોથી જ બનેલી હોય છે, તેથી લોકોની બદદુવા નહીં લે , લોકો તમને ગમે ત્યારે બદલી શકે છે. અને આજે હું તમને કહેવા માંગુ છું કે તમારા બાપ જે આજે આ કૃત્ય કરાવી રહ્યા છે તેઓ થોડા દિવસોના જ મહેમાન છે, તેઓ થોડા દિવસ પછી અહીંથી ચાલ્યા જ જશે, પણ તમારે અહીં દમણ દીવમાં જ રહેવું પડશે, તો પછી ત્યારે કોણ તમને બચાવવા આવશે? અને હું કાઉન્સિલરોને કહેવા માંગુ છું કે જ્યારે તમારા આકાને અહીંથી મોકલવાની અને હટાવવાની વાત આવે છે, ત્યારે તમે લોકો ઠરાવ પસાર કરીને કહો છો કે અમારા બાપ ખૂબ સારું કામ કરે છે. અને તમે જુઓ કે તમારા બાપ કેવા પ્રકારનું કામ કરે છે?
અને પછી તમે કહો છો કે અમારું કોઇ સાંભળતું નથી, તમે લોકો પણ સાવચેત રહો.
હું તમને બધાને મારા પર વિશ્વાસ રાખવાની વિનંતી કરું છું, ચાલો આપણે સૌ બધા એક થઈએ અને અમારા અભિયાનમાં અમને ટેકો આપો, હું તમને વચન આપું છું કે અમે આ સરમુખત્યાર અને તાનાશાહી વલણને અહીંથી ચોક્કસપણે દૂર કરીશું. અને બીજી એક વાત મારે કહેવાની છે કે મને હમણાં જ ભારત સરકારની સ્ટેન્ડિંગ કમિટીની ફિશરીઝ કમિટિનો સભ્ય બનાવવામાં આવ્યો છે, તેથી હું આ સમસ્યાને અહીં દમણ અને દીવ જ નહીં પરંતુ દિલ્હીમાં પણ ઉઠાવીશ.
હું પ્રશાસનને કહેવા માંગુ છું કે તમને જે નોકરી મળી છે, કાર, બંગલો, કીર્તિ અને ખ્યાતિ મળી રહી છે અને જે પગાર મળી રહ્યો છે તે અમારા કારણે જ તમને મળી રહ્યો છે અમારા લોકોના પ્રશ્નો અને સમસ્યા ના નિરક્કરણ માટે મળી રહ્યો છે .
Previous article
Next article
Leave Comments
Post a Comment