News
Finance Minister of Gujarat State કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા કલેકટર નૈમેશ દવે,તેમજ ડીડીઓ, ટીડીઓ, વાપી મામલદાર પોતાના પરિવાર સાથે ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો
વાપીમાં એક માત્ર મોટા ઇવેન્ટ એવા સરકારી ગાઈડ લાઈન મુજબ થનારા થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવ 2024માં આરતી સાથે ગરબાનો પ્રારંભ થયો હતો અને આ પ્રસંગે ગુજરાત રાજ્યના પેટ્રોલ કેમિકલ અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા કલેકટર નૈમેશ દવે,તેમજ ડીડીઓ, ટીડીઓ, વાપી મામલદાર પોતાના પરિવાર સાથે ગરબા પંડાલમાં આવ્યા હતા
રોટરી ક્લબ ઓફ વાપીના થનગનાટ નવરાત્રી મહોત્સવમાં પહેલા જ દિવસથી ખેલૈયાઓ એ ઉત્સાહ દેખાડયો હતો.પ્રથમ દિવસે પિયુષ રજાની એન્ડ ફાઈન ટયુનર્સના તાલે ગરબા જુમવા આવેલા ખેલૈયાઓથી રોફેલ મેદાન ભરાય ગયું હતું.પહેલા જ દિવસે રોટેરિયન અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ કલ્યાણ બેનરજીના વરદ હસ્તે પૂજા અર્ચના બાદ ખેલૈયા ઓએ રમઝટ બોલાવી હતી
કનુભાઈ એ જણાવ્યું હતું કે આખાય ગુજરાતમાં માતાજી આરાધનામાં કોઈ પણ વિઘ્ન વગર ખેલૈયાઓ રમી રહ્યા છે એ એક ગુજરાત માટે સારી વાત છે તો બીજી તરફ રોટરી પ્રેસિડન્ટ રોટરી ક્લબ વાપીના હાર્દિક શાહના જણાવ્યા મુજબ પહેલા જ દિવસથી જ 3,000 થી વધારે ખેલૈયાઓ અને 1500 જેટલા લોકોએ બેસીને આ કાર્યક્રમની મોજ માણી રહ્યા છે અને આ પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ આધારિત થનગમાટ નવરાત્રી 2024 પરંપરા મુજબ અને સરકારની ગાઈડ લાઈન મુજબ સ્થાનિક રહેવાસીઓ પણ સાથ આપી રહ્યા છે કલેકટર સાહેબે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસની આ નવરાત્રિ દરમિયાન ખૂબજ સુંદર કામગીરી કરી રહ્યા છે જેને હું બિરદાવું છું સાથે આ વખતે ફાયર અને સીસીટીવી સુરક્ષા દ્વારા ગ્રાઉન્ડમા ખેલૈયા ઓ આને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા ને સલામતી માટે વલસાડ પોલીસ ખડે પગે તૈયાર છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment