News
વાપીના બલીઠા ફાટક પર બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે તા. ૨૧ થી ૨૪ ઓક્ટો. સુધી અવર જવર માટે બંધ રહેશે
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ ઓક્ટોબર
વલસાડ જિલ્લાના વાપી ખાતેના બલીઠા ફાટક (એલ.સી.૮૧) પરના બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે તા. ૨૧/૧૦/૨૦૨૪ રાત્રિના ૧૨ વાગ્યાથી તા. ૨૪/૧૦/૨૦૨૪ના સાંજના ૪ વાગ્યા સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેશે.
આ દરમિયાન ટ્રાફિકની અવરજવર માટે ને.હા.નં. ૪૮ ઉપર વલસાડ- સુરત- દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોતીવાડા ઓવરબ્રિજ (એલ.સી.નં. ૮૮) થઈ આવન જાવન કરી શકશે. ને.હા.નં. ૪૮ ઉપર મુંબઈ-દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોહનગામ ફાટક ઓવરબ્રિજ (એલ.સી.નં. ૭૭)થી આવન જાવન કરી શકશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment