News
Union Territory થ્રીડીના ત્રણ નગરપાલિકા અને ત્રણ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત 130 જન પ્રતિનિધિઓએ દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
દેશના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ જી સંઘ પ્રદેશ થ્રીડીની યાત્રા પર આવ્યા હતા ત્યારે તેમણે પ્રદેશના ત્રણે જિલ્લાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન છેલ્લા ૮ વર્ષમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના કુશળ માર્ગદર્શન અને સંઘ પ્રદેશોના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં આ પ્રદેશમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની માનનીય ઉપરાષ્ટ્રપતિ જીએ સ્થળ મુલાકાત લીધી હતી.
સંઘ પ્રદેશ થ્રીડીના અદ્ભુત વિકાસ જોઈને માનનીય ઉપરાષ્ટ્રપતિ જી ખુબજ પ્રભાવિત થયા હતા. સંઘ પ્રદેશના અદ્ભુત વિકાસના અમે પણ સહભાગી છીએ એટલે એ એતિહાસિક ક્ષણોના અમને સાક્ષી બનવાનો પણ અમને અવસર મળ્યો તેની અમને વિશેષ ખુશી છે.
તે મુલાકાત દરમિયાન માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી એ અને સૌ પ્રજાના પ્રતિનિધિઓને દિલ્હી ખાતે આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. માનનીય ઉપરાષ્ટ્રપતિ જીના અમુલ્ય આમંત્રણ ને આશીર્વાદ સમજીને અમે સૌ પ્રજાના પ્રતિનિધિઓ એ દિલ્હી ની યાત્રા કરી હતી. આ યાત્રા બાબતે આપ સૌ ને જાણકારી આપવા માટે આ પ્રેસ બ્રિફિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના દિશાનિર્દેશ અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકાર દ્વારા સંઘ પ્રદેશ થ્રીડીના તમામ સ્થાનીય સ્વરાજ સંસ્થાઓ ના પ્રજાના પ્રતિનિધિઓ માટે દેશ ની રાજધાની દિલ્હી ખાતેની યાત્રાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ યાત્રા માં અમે સૌ પ્રજાના પ્રતિનિધિઓએ દેશની લોકશાહીની સૌથી મોટી પંચાયત એવી જૂની અને નવી સંસદ અને યશોભૂમિ, સ્ટેટ ઓફ ધ આર્ટ કન્વેન્શન સેન્ટર, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન સહિત મહત્વપૂર્ણ સ્થળો ની અમે મુલાકાત લીધી હતી.
દેશની સંસદમાં પગ મુકતાની સાથે અમને લોકશાહીના ધબકારા નજર સામે ઘબી રહ્યા હોય તેવો અહેસાસ થતો હતો. દેશ ની સંસદ માં દેશના કેટલા બધા મહાનુભાવોના પગલા પડ્યા હશે તે જોઈને અમને સંસદ ની સામે શિશ નમાવવાની પ્રેરણા મળી.
નવી સંસદ નો પણ અનુભવ જણાવીએ તો આ નવી સંસદ 2047માં વિકસિત ભારત નું પ્રતિબિંબ પાડતી નજરે ચઢી. નવી સંસદ માં આધુનિક વિશ્વની સુવિઘાઓ અને ભારતીય સંસ્કૃતિ નું મિશ્રણ દ્રશ્યમાન થતુ હતું. અમે સ્ટેટ ઓફ ધ આર્ટ કન્વેન્શન સેન્ટર ની મુલાકાત પણ લીધી જેનું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ ઉદ્ઘાટન કર્યુ હતું.
અમે સૌ પ્રજાના પ્રતિનિધિઓ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ જી ના નિવાસસ્થાન અને વીપી એન્કલેવ પણ ગયા હતા. ત્યાં માનનીય ઉપરાષ્ટ્રપતિ જી ની મહેમાન નવાજી ૫ વર્ષો વર્ષ સુધી યાદ રહશે. માનનીય ઉપરાષ્ટ્રપતિ જી એ અમને અમુલ્ય માર્ગદર્શન પણ૨ ઉપરાષ્ટ્રપતિ જી એ અમને જણાવ્યું કે અમારી આ દિલ્હી યાત્રા બાબતે સંઘ પ્રદેશના પ્ર પ્રફુલભાઈ પટેલે તેમને ચાર થી પાંચ વાર ફોન કરી ને સંઘ પ્રદેશના પ્રજાના પ્રતિનિધિઓ ને ... અસુવિધા નથી ને તે બાબતે કાળજી પણ લીધી હતી.
સંઘ પ્રદેશ થ્રીડી પ્રશાસન ના વરિષ્ઠ આઈએએસ અને યુટીએસ કેડરના અધિકારીઓ અમારી આખી યાત્રા માં અમારી સાથે-સાથે રહ્યા હતા. અમને વિવિધ સ્થળો ની મુલાકાત થી લઈ ને અમારી તમામ સુવિધાઓ ની તકેદારી પણ પ્રશાસને રાખી હતી.
અમે સૌ પ્રજાના પ્રતિનિધિ આજે એક વાત ચોક્કસ કહશું કે સંઘ પ્રદેશ થ્રીડી ના ઈતિહાસ માં પ્રથમ વાર તમામ જિલ્લા પંચાયત અને નગરપાલિકા ના પ્રમુખો, ઉપપ્રમુખો, સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો ને એક સાથે દેશ ની રાજધાની દિલ્હી ખાતે લઈ જઈ દેશ ની સંસદ સહિત વિવિધ સ્થળો ની મુલાકાત કરાવી ને અમને લોકશાહી પરંપરા ને વધુ સારી રીતે સમજવાનો જે મોકો આપ્યો તે બદલ અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી અને સંઘ પ્રદેશના પ્રશાસક માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો
Previous article
Next article
Leave Comments
Post a Comment