News
રંગ અવધૂત મહારાજનો ૧૨૭મો જન્મોત્સવ તા.૧૦/૧૧/૨૪ ના રોજ શ્રી દત્ત રંગ મંદિર, પરમ પવન ધામ, મનહર ઘાટ, ધરમપુર ખાતે ઊજવવામાં આવ્યો હતો.
કાર્તિક સુદ નોમ એટલે દત્તાત્રેય અવતાર પરમ પૂજ્યશ્રી રંગ અવધૂત મહારાજનો પૃથ્વી પર પ્રાદર્પણનો દિવસ. શ્રી રંગઅવૂત મહારાજે નારેશ્વરની ભૂમિને તપોભૂમિ બનાવી જગત આખાને પરસ્પર દેવો ભવઃ નું સૂત્ર તેમજ ભક્તો દ્વારા એટોમ્બોમ્બ તરીકે પ્રખ્યાત એવું બધા દુઃખોનું નિવારણ એવી દત્તબાવની આપી. તેમજ બાપજીએ ગુરૂલિલામૃત નામનો ગ્રંથ પણ લખી ગુરૂ પ્રત્યેની પોતાની અથાગ ભક્તિ તેમજ સામાન્ય માનવીએ પણ પોતાના ગુરૂ પ્રત્યે ની ભક્તિ કેવી રીતે પ્રબળ કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બાપજી એક એવા સંત હતા કે જેમણે પૈસાનો ત્યાગ કર્યો હતો અને જો પૈસાને અડકી જવાયતો ઉપવાસ કરે.
એવા સંતનો ૧૨૭મો જન્મોત્સવ તા.૧૦/ ૧૧/૨૪ ના રોજ શ્રી દત્ત રંગ મંદિર, પરમ પવન ધામ, મનહર ઘાટ, ધરમપુર ખાતે ઊજવવામાં આવ્યો હતો.
આ જન્મોત્સવના ભાગ રૂપે મંદિરમાં સવારે કેસર સ્નાન, પ્રભાતફેરી, બાપજીની પદુકાનું પૂજન, બપોરે બાવન દત્ત બાવાની અને સાંજે સાયમ પ્રથાના સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ રકત દાનનું આયોજન કરી સમાજને ભક્તિ સાથે લોકોમાં રકતદાન વિશેની જાગૃતતા લાવવાના સામાજિક કાર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment