ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા વિસ્તારના કેશોદ, માણા વદર અને કુતિયાણા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી અને પોરબંદર લોકસભા સાંસદ શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૦ અને ૧૧ નવેમ્બરના રોજ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે છે.૧૧ નવેમ્બરના રોજ પોરબંદર તેમજ ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેશે માંડવિયા
કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડૉ.મનસુખ માંડવિયા એ તા.૧૦ નવેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કેશોદ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ તકે ઉપસ્થિત સૌ પદાધિકારીએશ્રીઓ, મહાનુભાવો તેમજ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રવાસ દરમિયાન કેશોદ શહેર ખાતે શહેરી વિકાસ વિભાગ અંતર્ગત નિર્માણ પામી રહેલ રેલવે અંડરબ્રીજની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને અંડરબ્રિજનું ત્વરિત કાર્ય પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.ત્યારબાદ બપોરે ૨-૩૦ કલાકે માણાવદર વિધાનસભા વિસ્તારના વંથલી રોડ ખાતે આવેલ સરદાર પટેલ મરીન એકેડમી ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
ત્યારબાદ સાંજે ૫-૦૦ કલાકે કુતિયાણા વિધાનસભા વિસ્તારના મહિયારી ખાતે પક્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા.
આ તકે સ્નેહમિલન કાર્યક્રમમાં ડૉ. મનસુખ માંડવિયા સ્થાનિક કાર્યકર્તાઓને મળ્યા હતા અને જણાવેલ કે ભાજપ કાર્યકર્તાઓ થકી ચાલનારી પાર્ટી છે. કાર્યકર્તાઓ સદસ્યતા અભિયાન થકી જોડાયા, તેઓ પણ સક્રિય કાર્યકર્તા બને અને પાર્ટીને વધુ મજબૂત બનાવે તેવા આહ્વાન સાથે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં ડૉ. માંડવિયા તા.૧૧ નવેમ્બરના રોજ પોરબંદર તેમજ ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. તેમ એક અખબાર યાદીમાં જણાવેલ છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close