News
એસ.એફ.એ. ઇન્ટર સ્કૂલ સ્વીમીંગ સ્ટેટ ચેમ્પિયનશિપ - ૨૦૨૪ / ૨૫ માં વલસાડ જિલ્લા વાપીનો યુગ ટંડેલે ગોલ્ડ મેડલ મેળવ્યો.
આઈ.આઈ.ટી ગાંધીનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સ્વિમિંગ પૂલ ગાંધીનગર ખાતે એસ.એફ.એ ઇન્ટર સ્કૂલ સ્ટેટ ચેમ્પિયનશિપ - ૨૦૨૪/૨૫ સીઝન - ૨ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસ.એફ.એ અંડર - ૧૨ ની સ્પર્ધામાં વડોદરા ગુજરાત પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો વાપીનો યુગ એ. ટંડેલ ૫૦ મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત પબ્લિક સ્કૂલ, વડોદરાના આચાર્યશ્રી શરદભાઈએ યુગ ટંડેલ તથા સ્વિમિંગ કોચશ્રી વિવેકસિંગને કોટી કોટી અભિનંદન પાઠવ્યા આવ્યા હતા. આમંત્રિત મહેમાનશ્રીઓના વરદ હસ્તેયુગ ટંડેલને ગોલ્ડ મેડલ તથા સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા. આમ વલસાડ જિલ્લા તથા વાપી તાલુકાનું નામ રાજ્યમાં રોશન કરવા બદલ ટંડેલ પરિવાર, વાપી તથા ટંડેલ સમાજ તરફથી યુગ ટંડેલેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કમલેશભાઈ નાણાવટી સરના ગતિશીલ નેતૃત્વ હેઠળ એસ.એફ.એ. ચેમ્પિયનશિપ - ૨૦૨૪/૨૫ સિઝન - ૨ સ્વિમિંગ સ્પર્ધા સફળતાપૂર્વક પાર પડી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment