News
ધી વેસ્લીયન ઈંગ્લીશ મીડિયમ હાયર સેકેન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ રમતોત્સવમાં ઝળકીયા
ચલા, વાપી ઉપરોક્ત શાળાના 103 વિદ્યાર્થીઓએપી.પી.સવાણી યુનિવર્સિટી સુરત કોસંબા દ્વારા આયોજિત રમતોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં ખોખો, કબડ્ડી, ચેસ, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, દોરડાખેંચ, કેરમ વગેરે રમતો રમાડવામાં આવી હતી
જેમાથી કબડ્ડી અને ક્રિકેટમાં વિદ્યાર્થીઓ સેમી ફાઈનલમાં આવ્યા હતા તેમજ કેરમમાં વિદ્યાર્થી વ્યક્તિગત રનર્રઅપ થયો હતો. કેરમમાં રનરઅપ થયેલ વિદ્યાર્થી પ્રણવ અનિલ પોહોકરને યુનિવર્સિટી તરફથી રૂપિયા5,000નું વાઉચર અને મેડલ આપી પ્રોત્સાહન કર્યો. આ રમતોત્સવમાં સ્કૂલના પી.ટી. શિક્ષિકા શ્રીમતી સરોજ બાલાએ વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરાવી સ્કૂલનું ગૌરવ વધાર્યું સ્કૂલના આચાર્યાશ્રીમતી સીમા જસ્ટીન અને શાળાના તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યો.
Previous article
Next article
Leave Comments
Post a Comment