ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા વિશ્વ વંદનીય આઈશ્રી સોનલમા ના 101માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.

સવારે 10:00 કલાકે માતાજીનું સામૈયું અને શોભાયાત્રા તથા ત્યારબાદ માતાજીની આરતી મહાપૂજા કરવામાં આવેલ હતી.
ત્યારબાદ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ; વેસ્ટન રેલવેના એરીયા મેનેજર શ્રી મનોજભાઈ બારહટ પ્રહલાદ સિંહ જાડેજા ગુમાનસિંહ જાડેજા નિવૃત્ત ડીવાયએસપી શ્રી એન કે લીલા  વગેરે ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત કરવામાં આવેલ હતું અને તેઓના વરદ હસ્તે સમાજના જુનિયર કેજી થી શરૂ કરી કોલેજ સુધી ભણતા તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
ત્યારબાદ બપોરે ચારણ સમાજ ઉપરાંત અન્ય સમાજના ઉપસ્થિત ભાવિકોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલો હતો.
મહાપ્રસાદ બાદ માં સાજણ ગઢવી સીતાબેન રબારી તથા ઉમેશ ગઢવી દ્વારા સાજિંદા ઓ સાથે રાસ ગરબા ની રમઝટમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો દ્વારા પરંપરાગત કચ્છી અને કાઠીયાવાડી રાસ ગરબામાં ઉત્સાહભેર ભાગ લઈ પ્રસંગને દીપાવવામાં આવ્યો હતો.
  સાંજે મહા આરતી અને પ્રસાદ બાદ રાત્રી ભવ્ય સંતવાણી ના કાર્યક્રમમાં શ્રીગોવિંદ ગઢવી પિયુષ મિસ્ત્રી સીતાબેન રબારી કરણદાન ગઢવી વાલાભા ગઢવી ઉમેશ ગઢવીવગેરે કલાકારો દ્વારા કરવામાં આવેલ
આઈ આરાધના તથા ભજન સંતવાણી ના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. 
 
 આઈ શ્રી સોનલ બીજ મહોત્સવ નિમિત્તે આયોજિત કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં પણ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી પ્રસંગને યાદગાર બનાવેલ હતો જેમાં રક્તદાન કેન્દ્ર વલસાડ તથા ચારણ ગઢવી સેવા સમાજ દ્વારા દરેક દાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવેલ હતી.
 આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી જીતુભાઈ રત્નુ ઉપપ્રમુખશ્રી મૂરજીભાઈ ખજાનચી શ્રી મિતેશભાઇ લીલા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી સહજાનચી અતુલભાઇ મિશણ સહમંત્રી કાનાભાઈ ચારણ પ્રકાશભાઈ ગઢવી ગજેન્દ્રભાઈ ચારણ હિંમતસિંહ ચારણ રાજુભાઈ ખડીયા મૂળજીભાઈ (પ્રગતિ સ્ટોર વાળા) મહેશભાઈ ખડિયા રાણાભાઇ ગઢવી રમેશભાઈ ધારાણી માલદાનભાઈ કાગ ગોવિંદભાઈ બારહટ મેહુલ ગઢવી પીઠાભાઈ ગઢવી શેરદાન ચારણ વિવેક ભાઈ બી.ગઢવી પ્રદ્યુમનસિહ ગઢવી
ચંદ્રદાન ચારણ માણસી ભાઈ મોવર મેરૂભાઈ ગઢવી સહિત તમામ ટ્રસ્ટીગણ અને ચારણ ગઢવી સમાજના ઉત્સાહિ નવયુવાનોએ ભારત જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
     આ સમગ્ર કાર્યક્રમનું એસકે સ્ટુડિયો માડી દ્વારા જીવંત પ્રસારણ તેમજ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવેલ હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close