News
સાર્વજનિક હાઇસ્કૂલ પરીઆમાં વાર્ષિક દિન અને મેગેઝીન "રાહી"ના અનાવરણનું સુંદર આયોજન...
ડી.આર.જી.ડી.એન્ડ પી.એમ.જે. સાર્વ. હાઈસ્કૂલ પરીઆમાં સૌપ્રથમ વાર આચાર્ય શ્રીમતિ સ્મૃતિબેન એમ. દેસાઈના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વાર્ષિકદિન અને મેગેઝીન "રાહી" ના અનાવરણના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખશ્રી મીનળબેન પટેલ, માનદમંત્રીશ્રી નિરંજનભાઇ દેસાઈ તેમજ મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામની હાજરીમાં શાળાના મેગેઝીન 'રાહી'નું અનાવરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ગરબા,નાટક, દેશભક્તિ ગીત,સમુહ ગીત, ઘેરૈયા નૃત્ય વગેરે દરેક જેવી જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ કે જે દરેક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી અને 180 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મંચ ઉપર રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સુંદર 'સેલ્ફી પોઇન્ટ' આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વાલીઓ, ગ્રામજનો તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળ્યો હતો.
કાર્યક્રમના અંતે કાર્યક્રમને સફળ બનાવનાર આચાર્યશ્રી, શિક્ષકો, ક્લાર્ક, સેવક ભાઈઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment