ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામ દ્વારા એનએસએસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : 
દેસાઈ ચંદુલાલ મણીલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામ દ્વારા આયોજિત એનએસએસ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 100 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ 100 વર્તમાન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને એનએસએસ ની સમયની યાદોને વાગોળી હતી. 
આ કાર્યક્રમમાં એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર વાઢેર તેમજ મમતાબેન આચાર્ય દ્વારા સંપૂર્ણ આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમૃતભાઈ મેણીયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે કોલેજ કેળવણી મંડળના મંત્રી બિધનભાઈ શાહ તેમજ કોલેજનાના આચાર્ય ડૉ.નીતિનભાઈ પેથાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ ના પૂર્વ વિદ્યાર્થીઓ જનકભાઈ સાધુ તથા રસિકભાઈ જતાપરા દ્વારા કરવામાં આવ્યું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close