News
ચારણ જ્ઞાતિનાં ગૌરવ, ચિત્રકાર પ્રભાતસિંહ ને મોદી સાહેબે ખાસ યાદ કર્યા.
રાજકોટનાં ગૌરવ સમાન ચારણ ચિત્રકાર કે જેમણે અનેક શૈલીમાં ચિત્રો દોર્યા અને કલા જગતમાં ખુબ ચાહના મેળવી છે તેવા પ્રભાતસિંહ મોઙભાઈ બારહટનું એક ચિત્ર શિવાજી મહારાજની રાજ સવારી જે લડાઈમાં જતા પહેલા આખા સૈનિક રસાલા સાથે મંદિરે દર્શનાર્થે જાય છે તે પ્રસંગને પ્રભાતસિંહ એ ૬ ફૂટ ઉંચા અને ૫૦૦ મીટર જેટલા લાંબા કેનવાસ પર વિશ્વનાં સહુથી મોટા પેઈન્ટીંગમાંનુ એક ચિત્ર દોર્યુ તેની નોંધ વિશ્વસમસ્તે લીધી.
એટલુંજ નહિં આ ચિત્રને તૈયાર કરવા તેમણે અનેક પુસ્તકો વાંચ્યા, પ્રવાસો કર્યા અને નાના માં નાની માહિતી મેળવી આ પ્રોજેકટ શરૂ કર્યો હતો. તેમનો આરંભથી જ સ્પષ્ટ અભિપ્રાય હતો કે આ ચિત્ર રાષ્ટ્રને અર્પણ કરવું. આ ચિત્રકલા વિરાસતની નોંધ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગયા વર્ષે મન કી બાત માં પ્રભાતસિંહ ની આ ભાવનાની કદર કરી આ ચિત્ર વિશે અને પ્રભાતસિંહ ની સાહિત્ય અને કલાની રુચિ વિશે વાત કરી હતી. તેમણે આ ચારણ ચિત્રકાર પ્રભાતસિંહની કલા અને સાહિત્યની સાધનાનો વર્ષોથી પરિચય હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આજ બાબતને ફરી ધ્યાનમાં લઈ ચારણ સમાજને ગૌરવ થાય તેવી બાબતમાં મોદી સાહેબે ૨૬ જાન્યુઆરીની પરેડ સેરેમની માં પ્રભાતસિંહનાં ધર્મપત્ની લીલાબા અને તેમની સાથે ઍક વ્યક્તિને આ પરેડમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું યાદ કરીને નિમંત્રણ પાઠવતા લીલાબા અને તેમનાં દેરાણી આ રાષ્ટ્રીય પર્વનાં ઉત્સવમાં દેશ વિદેશનાં સન્માનનિય વ્યક્તિઓ સાથે દિલ્હીની રાષ્ટ્રીય પરેડમાં હાજરી આપવા ગયા છે. પ્રભાતસિંહનાં કુટુંબ પ્રેમ, જ્ઞાતિ પ્રેમ, ચિત્ર પ્રેમ, સાહિત્ય પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમને વંદન. તેમની આ અમર કૃતિ આવનારા ભવિષ્યમાં દિલ્હી ખાતે ઐતિહાસિક વિરાસતોમાં સ્થાન પામશે અને આટલા મોટા ચિત્રને જોઈ વિશ્વનાં મહાનુભાવો ગૌરવ અનુભવશે અનેક ચિત્રકારો ને નવી પ્રેરણા આપશે, તેનું સમગ્ર ચારણ જ્ઞાતિને ગૌરવ અપાવશે. પ્રભાતસિંહ રાષ્ટ્ર સપૂત તરીકે સદા અમર રહેશે. તેમની કલા અને ચેતનાને વંદન..
Previous article
Next article
Leave Comments
Post a Comment