રેલવે ઓવર બ્રિજ ભલે બે વર્ષ પછી મળે પરંતુ ડાયવર્ઝન માટેના જે રસ્તા આપેલા છે તેને તો ઠીક કરો

છેલ્લા ઘણા વર્ષોથી વાપી વાસીઓ અને વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે તંત્રની જાડી ચામડીને હિસાબે કોઈ ફરક પડતો નથી પરંતુ વાપીથી પસાર થતાં તમામ રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળે છે 
.               ફાઈલ તસવીર
બ્રિજના કામને લઈને જે ડાઈવરજન આપેલા છે તેવા રસ્તાઓની વાત કરીએ તો ખાડા પૂરવાનો તો વાત સાઈડમાં રહી ગઈ જે તે તંત્રને લાગતા રસ્તાઓ ખખડધજ હોવાના કારણે વાહન ચાલકો અતિશય મુશ્કેલીમાં પોતાનું વાહન ચલાવી અને જઈ રહ્યા છે તંત્ર આંખ ખોલે અથવા એ રસ્તાઓ પરથી પસાર થાય તો ખબર પડે કે રસ્તા કેટલા સારા છે જેવા કે ડાભેલ દમણથી નીકળી અને સ્ટેશન ઉપર જવા માટે ડાયવર્ઝન આપેલું છે મચ્છી માર્કેટ રોડ કસ્ટમ રોડ દુનિયાભરના ખાડા જોવા મળશે મચ્છી માર્કેટના રોડથી વાહન ચાલકો પસાર થતા હતા તેવામાં ત્યાં તંત્રએ આરસીસી રોડ બનાવવાનું શરૂ કર્યું ? શું જરૂર હતી વાહન ચાલકો સબ્જી માર્કેટમાંથી પસાર થાય છે સબ્જી લેવાવાળા પણ પરેશાન અને વાહન ચાલકો પણ પરેશાન કોઈ વાહન ચાલક ટાઈમે પહોંચતા નથી અગર જો 108 એમ્બ્યુલન્સ અથવા કોઈ બીજી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ દર્દીને સમયસર દવાખાને નહીં પહોંચાડે તો આવા રસ્તાને કારણે દર્દી એમ્બ્યુલન્સમાં જ મરી જશે એ સિવાય બુન મેક્સ કુલથી લઈને કબ્રસ્તાન રોડ સુધીનો રસ્તો ટકાટક બનાવેલો છે પરંતુ ત્યાંથી જૂના બસ સ્ટેન્ડ સુધીમાં અનેક ખાડાઓ આવેલા છે અને એને ડાઈવરજન આપેલો છે કમસેકમ ખાડાતો પુરાવો તો વાહન ચાલકોને મુશ્કેલીના પડે બીજી વાત નેશનલ હાઇવેથી ગુંજન તરફ જતા રસ્તા ઉપર છરવાડા રોડના બેઠા પુલ પાસેથી રોડ ઉપરથી ઉતારવાનું કટતો ખોલી દીધું પરંતુ જે લોકોને બેઠા કરનાળા તરફ અથવા હરિયા હોસ્પિટલ તરફ વળવું હોય એ 200 કે 100 મીટર નો રસ્તો અતિશય ખરાબ હોવાના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થાય છે તો તે રીપેરીંગ માંગે છે એના ખાડા પૂરવાની તંત્રએ જરૂરત છે બ્રિજ તો ખબર નહીં ત્રણ વર્ષ થશે કે ચાર વર્ષ પરંતુ જે રસ્તા ના ડાયવર્ઝન આપેલા છે એ રસ્તા તો રીપેર કરો જાડી ચામડીના અધિકારીઓ જેટલો પગાર ખાઈને બેસો છો એટલું કામતો કરો વાપી વાસીઓ તમને ટેક્સ રૂપી પોતાની મહેનતનો પસીનો આપે છે એટલું તો કરી બતાવો ચૂંટાયેલા જન પ્રતિનિધિ આમાં ધ્યાન આપે એવી વલસાડ એક્સપ્રેસ ન્યૂઝની એક વિનંતી છે વલસાડ જિલ્લા પોલીસે તમામ ડ્રાઈવરજનો ઉપર એસઆરડી જીઆરડી ટીઆર બી અને હોમગાર્ડ નોકરી ત્યાં લગાવેલી છે પરંતુ રસ્તાઓ ખરાબ હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેને લઈને પોલીસ પણ શું કરે એ જે તે તંત્રએ વિચારવા જેવી વાત છે વાપી વાસીઓ એક જ વસ્તુ માંગે છે કે ફક્ત ડાયવર્ઝન આપેલા રસ્તાઓ રિપેર કરો તો પણ ઘણી શાંતિ થઈ જશે અને જે જગ્યાએ જવાનું છે ત્યાં સમયસર પહોંચી શકીએ.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close