News
વાપીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાપી વિસ્તાર દ્વારા સમાજ શક્તિ સંગમ કાર્યક્રમ જ્ઞાનધામ સ્કૂલ ખાતે 12-01-2025ના રોજ યોજાયો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગત 100 વર્ષથી વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. સંઘની શાખામાં આવીને વ્યક્તિ રાષ્ટ્ર પ્રથમ નો વિચાર કરતો થાય છે. આ 2025 નું વર્ષ સંઘ શતાબ્દી વર્ષ છે.
એની ઉજવણીના ભાગ નિમિત્તે વાપી વિસ્તારની દરેક વસ્તીમાં સંઘકાર્યોનો વિસ્તાર પ્રસ્થાપિત થાય એ હેતુથી વિશાળ વિસ્તાર એકત્રીકરણ અને ઘોષ (બેન્ડ) સહિત પથસંચલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૬૦૦ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો તેમજ સાર્વજનિક કાર્યક્રમમાં આશરે ૧૧૦૦ લોકોની જનમેદની ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રમાં સામાજિક અગ્રેસર ડોક્ટર જયંતીભાઈ હિરજીભાઈ દામા (હેમાણી) મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.તેમજ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ની અખિલ ભારતીય કાર્યકરણી સભામાં નિશ્ચિત થયેલ ભારત ના સર્વાંગીણ વિકાસ અને ભારત ને વિશ્વ ગુરુ પદે સ્થાપિત કરવાના પ્રયત્ન સ્વરૂપે મુખ્ય પાંચ વિષયો અનુસંધાને કાર્ય ની જરૂરિયાત હોય પંચ પરિવર્તન ના વિષયો નિશ્ચિત કર્યાં હતા જેવાકે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય તેના અનુસંધાને વલસાડ જિલ્લા સહકાર્યવાહ શ્રી દેવેન્દ્ર ભાઈ પિમ્પૂટકરે સ્વયંસેવકો તથા આવેલ જનતા ને ખબુ જ સારી રીતે દિશાદર્શન કર્યું હતું. આમાં સમાજ ના ઘણા અગ્રણી ઓની પણ હાજરી રહી હતી. જેની નોંધ લઈ સંઘે તેમનો પણ આભાર પ્રદર્શિત કર્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment