News
વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા ડુંગરા વિસ્તારમાં સઘન વેરા વસૂલાત ૬ ચાલી ઓની ૫૭ રૂમોને તાળાં ૧ ગોડાઉન, ૧ ઓફિસ અને ૬ દુકાનોને સીલ મારી સ્થળ ઉપર રૂ.૧૩.૮૦ લાખની વસૂલાત કરી
વાપી મહાનગરપાલિકા દ્વારા ચાલીના માલિકો ને બાકી ઘરવેરો ભરવા વારંવાર નોટિસો આપી જણાવવામાં આવ્યું હતું. પરંતુ નોટીસ ની અવગણના કરી ૫ થી ૧૦ વર્ષ સુધી વેરો ભરવાની તસ્દી ના લેતા કાર્યવાહી કરવામાં આવી હતી.
વેરા વસૂલાતની ટીમે ડુંગરામાં વિજયનગરમાં શ્રીમતી મમતા અશોક રાણાની ચાલીની ૧૫ રૂમ, યુનિકનગરમાં હસમુખ દેસાઈની ચાલીની ૧૦ રૂમ, ચોકી ફળિયામાં ફાતમાખાતુન કરમહુસેનની ૫ રૂમ, પાંચું ભાણુભાઈની ૬ રૂમ, પીરમોરામાં સુભાદેવી નંદકિશોર ઠાકુરની ૨૧ રૂમ મળી કુલ ૫૭ રૂમને તાળાં મારવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સાંઇ શ્રધ્ધા (પ્લાઝા)માં ૨ દુકાન, સાગર એપાર્ટમેન્ટમાં ૪ દુકાન, શુભલક્ષ્મી એપા. માં ૧ ઓફિસ તથા વિજયનગરમાં ૧ ગોડાઉનને તાળું મારી સ્થળ પર રૂ.૧૩.૮૦ લાખની વસૂલાત કરવામાં આવી હતી. તથા ડુંગરા વિસ્તારની બે શાળાઓ લાંબા સમયથી વેરો ભરતી ન હોય છેલ્લી નોટીસ આપવામાં આવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment