વાપી રેલ્વે સ્ટેશન પર ૦૩ મોબાઇલ ફોન ચોરીના ગુન્હાઓની ભેદ ઉકેલતી પશ્વિમ રેલ્વે વડોદરા યુનીટના વાપી રેલ્વે પોલીસ સ્ટેશન (જી.આર.પી.)ની ટીમ.

રેલ્વે ટ્રેનોમાં તથા મુસાફરખાના/પ્લેટફોર્મ મુસાફરોની ખુબ જ ભીડ રહેતી હોય જેથી રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સર-સામાનની સલામતી રહે તે હેતુસર રેલ્વે સ્ટેશન/ ટ્રેનોમાં વધુમાં વધુ પેટ્રોલીગ કરી બનતા ગુન્હાઓ અટકવવા તથા વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચનાઓ આપવામાં આવેલ હતી 
જે આધારે પો.સબ.ઇન્સ.જે.બી.મીઠાપરા વાપી રેલ્વે પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન આધારે વાપી રેલ્વે સ્ટેશન સ્ટાફ ફરજ ઉપર હાજર હતા તે દરમ્યાન તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ વાપી રેલ્વે સ્ટેશન પ્લે.નં.૦૩ ઉપર આવેલ ટ્રેન નં.૨૨૯૭૧ બાન્દ્રા-પટના એક્સ ટ્રેનના કોચ નં.M/2 માં તથા એસ/૧ મા ચઢતા પેસેન્જરોના ખિસ્સામાંથી તથા તા.૧૮/૦૨ /૨૦૨૫ ના રોજ વાપી રેલ્વે સ્ટેશન પ્લે.નં.૦૨ ના ઉત્તર તરફના છેડા પાસે બાકડા ઉપર સુઇ ગયેલ પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી થયેલ હોય જે આધારે વાપી રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ૦૩ ગુન્હાઓ નોંધાયેલ હોય જે ગુન્હોઓ વણશોધાયેલ હોય જેથી વાપી રેલ્વે સ્ટેશન ઉપર પેટ્રોલીગ દરમ્યાન શંકમદ ઇસમો ચેક કરતા બે ઇસમો મળી આવેલ તથા સી.સી. ટી.વી. ફુટેજના આધારે મોબાઇલ ફોન ચોરી કરતો દેખાયેલ આરોપીને શોધી કાઢવા અંગત બાતમીદારોની મદદથી એક ઇસમ પકડાયેલ આમ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ નંગ-૦૩ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોનો કુલ કિ.રૂ.૪૧,૫૦૦/- ની મત્તાના મોબાઇલ ફોન કબજે કરી વણશોધાયેલ ૦૩ ગુન્હાઓ ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.તા. ૧૯/૦૨/૨૦૨૫

આરોપીઓના નામો:-

(૧) રાકેશ સ/ઓ શ્યામ જાતે.ગુંજાલ ઉ.વ.૩૮ ધંધો. મજુરી હાલ રહે. માતૃભુમિ ચાલ, રૂમ નં.૨૫, માતૃભુમિ સ્કુલની બાજુમાં, ડિડોલી, સુરત

(૨) સાહિલ સ/ઓ શકિલ જાતે. ખાન ઉ.વ.૨૪ ધંધો. મજુરી રહે. સી.એન.જી. પેટ્રોલ પંપને સામે સુલેમાન મંજીલની બાજુમાં ગુપ્તાની ચાલી પહેલો માળ પહેલો રૂમ કબસ્થાન રોડ વાપી તા.વાપી જી.વલસાડ મુળ રહે. ગામ ઇનાયતપુર થાના.ગોસાઇગંજ જી.સુલતાનપુર (યુ.પી.)

(૩) દિપકભાઈ સ/ઓ છત્રસીંગ જાતે. સોલંકી ઉ.વ.૨૮ ધંધો મજુરી હાલ રહે. સિધ્ધીવિનાયક સોસાયટી ઘર નં.૯૫ હંસાબેન વસાવાના મકાનમાં નવાગામ ડીંડોલી સુરત મુળ રહે. ગામ. કાવીકંબોઇ તા.જી.ભરૂચ

ડિટેકટ થયેલ ગુન્હાઓ :-

(૧) વાપી રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૨૦૬૨૨૫૦૧૬૫/૨૫ B.N.S. કલમ.૩૦૩,(૨) મુજબ

(૨) વાપી રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૨૦૬૨૨૫૦૧૬૬/૨૫ B.N.S. કલમ.૩૦૩,(૨) મુજબ

(૩) વાપી રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૨૦૬૨૨૫૦૧૬૭/૨૫ B.N.S. કલમ.૩૦૩,(૨) મુજબ

પકડાયેલ મુદ્દામાલ:-

(૧) એક SAMSUNG GALAXY 5G કંપનીનો લાઇટ ગ્રીન કલરનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૪,૦૦૦/-

(2) એક VIVO T2 5G કંપનીનો કાળા કલરનો જેનો મોડલ નં.V2240 મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-

(3) એક VIVO Y20A કંપનીનો વાદળી કલરનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૨,૫૦૦/-

કામગીરી કરનાર ટીમ:-

(૧) પો.સબ ઇન્સ.જે.બી. મીઠાપરા વાપી રેલ્વે પોલીસ સ્ટેશન

(૨) પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ દેવજીભાઇ બ.નં.૧૦૦૮ નોકરી-વાપી રેલ્વે પોલીસ સ્ટેશન

(૩) પો.કોન્સ. મનોજકુમાર અરવિંદભાઈ બ.નં.૯૯૯ નોકરી-વાપી રેલ્વે પોલીસ સ્ટેશન

(૪) પો.કોન્સ હેમંતસંગ રઘુભા બ.નં.૬૬૬ નોકરી-વાપી રેલ્વે પોલીસ સ્ટેશન

(૫) પો.કોન્સ.હેમંતભાઇ રાજેશભાઇ બ.નં.૧૦૭૪ નોકરી-વાપી રેલ્વે પોલીસ સ્ટેશન

(૬) પો.કોન્સ. પ્રવિણજી બચુજી બ.નં.૭૮૦ નોકરી-વાપી રેલ્વે પોલીસ સ્ટેશન
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close