વાપી-સેલવાસ રોડ સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની કામગીરીના કારણે તા.૯ જૂન સુધી બંધ રહેશે વાપી-સેલવાસ રોડને સમાંતર ડાયવર્ઝન રૂટ મારફતે વાહનવ્યવહાર કરી શકાશે.

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૪ ફેબ્રુઆરી
વલસાડ જિલ્લાના વાપી – સેલવાસ રોડ પાસેના ક્રોસીંગ બ્રીજ 663ના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની કામગીરી માટે વાપી-સેલવાસ રોડને હંગામી ધોરણે બંધ કરી તા. ૦૯-૦૬-૨૦૨૫ સુધી આ માર્ગ તમામ વાહનોના અવરજવર માટે બંધ કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડ એ. આર. જ્હાએ ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧(૨૨માં) કલમ -૩૩(૧)(બી)થી મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડ્યું છે. 
.            ફાઈલ તસવીર 
આ સમય દરમિયાન વાપી-સેલવાસ વર્તમાન રોડની સમાંતર તૈયાર કરવામાં આવેલા ડાયવર્ઝન રૂટનો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ -૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે તેમજ વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close