સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન સેન્ટર (DPMC) સ્થાપવા માટે રકમ રૂ. 48.48 કરોડની સહાયની મંજૂરી સરકાર શ્રી તરફથી મળી.

સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન સેન્ટર (DPMC) સ્થાપવા માટે રકમ રૂ. 48.48 કરોડ ની સહાય ની મંજૂરી સરકાર શ્રી તરફ થી મળેલ. જે મંજૂરીને ધ્યાને લઇ કામગીરીના ટેન્ડર પ્રક્રિયા માટે તજજ્ઞ ની નિમણુંક કરવાની મંજૂરી આપવામાં આવી.તેમજ જીઆઇડીસી વાપી ખાતે ઇન્ટકેવેલ ના નવીનીકરણ માટે એ. આઈ. આઈ. યોજના હેઠળ સરકાર શ્રી માં પ્રોજેક્ટ મુકવા માટે રકમ રૂ. 30.11 કરોડ ના અંદાજ ને મંજૂરી આપવામાં આવી.વાપી વસાહતમાં વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક પાસે આવેલ સર્વિસ રોડ તથા વરસાદી પાણી ના નિકાલ માટેની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી આપી ટેન્ડર પ્રકિયા કરવા આજની સભા માં જણાવવામાં આવ્યું.વાપી ઔદ્યોગિક વસાહત માંથી નીકળતા ગંદા પાણીના નિકાલની માળખાકીય સુવિધા માં અપગ્રડેશન કરવા જુદી જુદી સંસ્થાઓના તથા અલગ અલગ ઔદ્યોગિક વસાહતો ના સર્વે કરી તજજ્ઞની નિમણુંક કરવા અંગે ચર્ચા કરવામાં આવી.
તેમજ વસાહતમાં ચાલતા રોડની કામગીરી ને ઝડપથી પૂર્ણ કરવા સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું.વધુમાં રહેણાંક વિસ્તાર માં આવેલ રામલીલા ઉદ્યાન ને રી- ડેવલોપમેન્ટ કરવા માટેની ડિઝાઇન નક્કી કરી આગામી દિવસો માં ટેન્ડર પ્રકિયા કરવા સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.
.                 ફાઈલ તસવીર 
વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ કાબરીયા ની અધ્યક્ષતામાં અને વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના સભ્યો જેમ કે વાપી જીઆઇડીસી ના વિભાગીય મેનેજર શ્રીમતી મનીષા વિશેન, પ્રાદેશિક મેનેજર શ્રી દિનેશભાઇ પરમાર, વાપી નિર્દિષ્ટ વિસ્તાર ના મુખ્ય આધિકારી શ્રી દેવેન્દ્ર સાગર, વીઆઇએ ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વીઆઇએ ના માનદ મંત્રી શ્રી કલ્પેશભાઈ વોરા, ઉદ્યોગકારો તરફથી શ્રી મગનભાઈ સાવલિયા, અને  રહેણાંક વિસ્તારમાંથી શ્રી હેમંતભાઈ પટેલ ના હાજરી માં વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના બીજી બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં નીચે મુજબના એજન્ડા ની ચર્ચા કરી ને સર્વ સંમતિ થી બહાલી આપવામાં આવી હતી :


Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close