આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ ઓનર્સ એવોર્ડ્સ સન્માન સત્કાર સમારોહ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 114 યુનિટ એકત્રિત કરવામાં આવ્યું

તારીખ 23 માર્ચ 2025ના આજરોજના શુભ દિવસે આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ ઓનર્સ એવોર્ડ્સ સન્માન સત્કાર સમારોહ તથા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 

આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મિનિસ્ટર ફાઇનાન્સ, એનર્જી અને પેટ્રોલ કેમિકેલ્સ તથા શ્રી કપિલ સ્વામીજી, માણજીંગ ટ્રસ્ટી, સલવાવ સ્વામિ નારાયણ એડયુકેશનલ ટ્રસ્ટ હાજર રહ્યા હતા તથા ડી. વાય. સુપ્રીટેડન્ટ પોલીસ વાપી ના શ્રી બી. એન. દવે સાહેબ, ડિરેક્ટર અને સાઈટ મેનેજર, બાયર વાપી પ્રા.લી.વાપીના શ્રીમતી ગીથા નારાયનન, તથા પ્રેસિડેન્ટ,ઈસકોન -મીરાં રોડ અને વાપી ના એચ એચ ભક્તિ પદ્માસ્વામી મહારાજ હાજર રહ્યા હતા.
આયુષ ઓનર્સ એવોર્ડ સન્માન સરકાર સમારોહમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ શ્રી સતીશભાઈ ઝવેરી સાહેબને આપવામાં આવ્યો હતો તથા ઉદ્યોગ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એવોર્ડ શ્રીમતી હોમાઈ એન્જીનીર, ને આપવામાં આવ્યો હતો. તથા પત્રકારત્વ અને મીડિયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ દિવ્ય ભાસ્કર મીડિયા હાઉસ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ભારતના સંગીત ઉદ્યોગમાં સુપ્રસિદ્ધ યોગદાન માટે. શ્રી બુર્જોર 'બુજી' લોર્ડ ને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સ્ટાર્ટઅપ અને નવીનતા માટે ડૉ. પવન અશોક સુકલા ને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આરોગ્યના પ્રમોશન, જાળવણી અને પુનઃસ્થાપન માટે ડૉ. ડોલર જોશી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણીય જાગૃતિમાં અનુકરણીય પ્રયાસો માટે ડૉ રાધાકૃષ્ણ નાયર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.વાપીમાં રમતગમતની સિદ્ધિ અને વિકાસ માટે શ્રી મીત દર્પણ દેસાઈ ને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી પાર્થિવ મેહતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ માં ઉદ્યોગપતિઓ, ડૉક્ટર ફેર્ટિલિટી, બ્લડ ડોનોર્સ, શુભચિંતાકો તથા હિતેછુઓ બાહોડા પ્રમાણમાં હાજરી આપી. આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તથા બ્લડ ડોનેશન કેમ્પ માં 114 યુનિટ એકત્રિત કરવામાં સફળ યોગદાન આપ્યું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close