News
રોડ બનાવવાની કામગીરના તા.૨૮/૦૩/ ૨૦૨૫ કારણે હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી ૩૦ દિવસ સુધી બંધ કરવામાં આવનાર છે.નાગરિકોને અગવડ ના પડે માટે ડાયવર્ઝન અપાયું
વાપીની જાહેર જનતાને જણાવવાનું કે વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કચીગામ રોહિતવાસરોડ કે જે હનુમાન મંદિર થી કચીગામ બોર્ડરને જોડતો રોડ આવેલ છે.
જે રોડ બનાવવાની કામગીરી અત્રેથી તા.૨૮/૦૩/૨૦૨૫(આવતી કાલથી)ના રોજથી શરૂ કરવામાં આવનાર છે. જે કામ બે તબક્કામાં કરવામાં આવનાર છે. પ્રથમ ભાગમાં વાપી હનુમાન મંદિરથી જનસેવા હોસ્પિટલ થઈ મહારાણા પ્રતાપ સર્કલ સુધી નું કામ શરૂ કરવામાં આવનાર છે. જેથી હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી ૩૦ દિવસ સુધી બંધ કરવામાં આવનાર છે . ઉપરોક્ત સમય ગાળા દરમ્યાન નાગરિકોને અગવડ ના પડે તે હેતુસર આશિયના જંકશન થી ફિશ માર્કેટ થઈ વાપી બજાર રોડ અને મહારાણા પ્રતાપ સર્કલ થી રોફેલ કોલેજ થઈ દેસાઈવાડ/રિંગ રોડ ઉપરના રોડ ખાતેના ડાયવર્ઝનનો આપવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment