ઉમરસાડી માછીવાડ ગામના પ્રતિકકુમાર જે. ટંડેલ પી. એચ. ડી. ની ડિગ્રી હાંસલ કરી.

વલસાડ જિલ્લા, પારડી તાલુકા, ઉમરસાડી માછીવાડ ગામ ગોલ્ડન ફળિયાના વતની હાલ સરિતા સાગરમાં વસવાટ કરતો પ્રતિકકુમાર જે. ટંડેલ " કેન્દ્ર શાસિત પ્રદેશોના વ્યાયામ શિક્ષકોના યોગ પ્રત્યેના વલણોનો અભ્યાસ " વિષય પર તૈયાર કરેલા મહાશોધ નિબંધને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાએ માન્યતા રાખીને ડૉકટર ઓફ ફિલોસોફી (Ph. D) ની પદવી એનાયત કરવામા આવી છે. 
આ મહાશોધ નિબંધ આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજયકુમાર. એન. સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. સતત પરિશ્રમ કરીને ભગવાન યોગેશ્વર અને પાંડુરંગ શાસ્ત્રી (દાદાજી )ના આશીર્વાદથી આ ( Ph. D. ) ની ડિગ્રી હાંસલ કરી છે. સ્વાધ્યાયના રંગે રંગાયેલા સંસ્કારી કુટુંબમાં જન્મેલા પિતા જયકિશનભાઈ ટંડેલ તથા માતા જશોદાબેન જે. ટંડેલના પુત્ર પ્રતિકકુમાર જે. ટંડેલ સાદગી ભર્યું જીવન નિર્વાહ કરે છે. 
સ્વભાવે નિખાલસતા જોવા મળે છે. આમ પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ પ્રતિક ટંડેલને શ્રી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, શ્રી માછી મહાજનપંચ તથા ટીચર્સ સોસાયટીના સભ્યશ્રીઓ તથા સમગ્ર ગામે પ્રતિક ટંડેલને અભિનંદન પાઠવ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close