News
ઉદ્ઘાટન થયા બાદ બીજીવાર બંધ વાપી, ચલાને જોડતો હયાત અન્ડર કન્સ્ટ્રક્શન રેલ્વે ઓવરબ્રિજ તમામ વાહનો માટે તા. ૩૧ મે ૨૦૨૫ સુધી બંધ રહેશે.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૧ એપ્રિલ વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલ હયાત રેલ્વે ઓવરબ્રિજ - રેલ્વે ચે.૧૭૨/ ૧૬-૧૮ (ડી.એફ.સી.ચે.૧૩+ ૫૨૩.૨૮૯ કિ.મી.) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફીકને મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી તથા નાના વાહનો અન્ડર પાસ તથા રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ નવા ફાટક, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ, કસ્ટમ રોડ તરફ તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધી ડાયવર્ઝન આપવામાં આવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
પરંતુ આ બ્રીજની કામગીરી પૂર્ણ થઈ ન હોવાથી અને કામગીરી પ્રગતિમાં હોવાથી વાહનોના ડાયવર્ઝન અંગેના જાહેરનામાની મુદ્દત લંબાવવી આવશ્યક જણાતાં ટ્રાફીક નિયમન અને કાયદો-વ્યવસ્થાને ધ્યાને લઈ જિલ્લા મેજીસ્ટ્રેટ નૈમેષ દવેએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧(૨૨-માં) ની કલમ- ૩૩ ની પેટા કલમ -૧ (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ વાપીના હયાત રેલ્વે બ્રિજ પરથી આવતા/જતા તમામ પ્રકારના વાહનોને અવર-જવર માટે આગામી તા.૩૧/૦૫/૨૦૨૫ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી પ્રતિબંધ મુક્યો છે.
*ડાયવર્ઝન અંગેની વિગત*
(૧) તમામ પ્રકારના વાહનો એલ.સી.નં.૮૧ બલીઠા ફાટક ઉપરથી આવન-જાવન કરી શકશે. પરંતુ સવારના ૧૦ :૦૦ થી ૧૨ :૦૦ તથા સાંજે ૧૭ :૦૦ થી ૨૦ : ૦૦ કલાક દરમ્યાન સ્કુલ બસ તથા એસ.ટી. બસ સિવાયના તમામ ભારે વાહનો માટે પ્રતિબંધીત રહેશે.
(૨) વાપી પૂર્વ - પ્રશ્ચિમ જવા તથા આવવા માટે નાના વાહનો (૩.૫ મીટરની ઉંચાઈ સુધીન) રેલ્વે અન્ડર પાસ તથા રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ નવા ફાટક એલ.સી - ૮૦, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી આવન-જાવન કરી શકશે. તથા રેલ્વે અન્ડર પાસ (જુનું ગરનાળુ) માંથી માત્ર ટુ-વ્હીલર વાહનો આવન-જાવન કરી શકશે.
(૩) ને.હા. નં.૪૮ ઉપર મુંબઈ - દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોહનગામ ફાટક (એલ.સી.-૭૭) તથા નાહુલી અન્ડર પાસ (એલ.સી. નં.૭૮) થી આવન - જાવન કરી શકશે.
(૪) ને.હા.નં.૪૮ ઉપર વલસાડ - સુરત - દબાણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોતીવાડા ઓવરબ્રિજ (એલ.સી.નં.૮૮) થી આવન - જાવન કરી શકશે
Previous article
Next article
Leave Comments
Post a Comment