News
ફાયર અને ઇમરજન્સી સેવા વિભાગ, દમણ દ્વારા 14મી એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ડાયરેક્ટર આઈપીએસ શ્રી અમિત શર્મા દ્વારા શહીદ ફાયર ફાઈટરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 14 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી રાષ્ટ્રીય અગ્નિ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ફાયર વિભાગના અધિકારી ઓ અને ફાયર કર્મચારીઓએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ બંદર પર એસએસ ફોર્ટ સ્ટીકાઈન નામના જહાજમાં વિસ્ફોટક સામગ્રીની આગને ઓલવતી વખતે શહીદ થયેલા 66 અગ્નિશામકોની યાદમાં ફાયર સેફ્ટી વીકની શરૂઆત કરવામાં આવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment