News
હનુમાન જન્મોત્સવ તથા ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે ઉમરસાડી માછીવાડ ગામમાં યજ્ઞ હોમ કરવામાં આવ્યો.
શ્રી માછી મહાજનપંચ સંચાલિત શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર મહાપ્રસાદ સેવા સમિતિ તથા મુક્તિ ફોજ ફળિયાના નેજા હેઠળ સવંત ૨૦૮૧ ચૈત્ર સુદ પૂનમ તથા ચૈત્ર પૂર્ણિમાના પવિત્ર દિવસે ઉમરસાડી માછીવાડ ગામમાં શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરમાં ' હનુમાન જન્મોત્સવ ' ની ભવ્ય ઉજવણી સાથે વર્ષો જૂની પ્રાચીન પરંપરા મુજબ યજ્ઞ હોમ કરવામાં આવ્યો હતો.
આ યજ્ઞ હોમની વિધિમાં યજમાન પદે શ્રી હરીશભાઈ લલ્લુભાઈ ટંડેલ, રમીલાબેન હરીશભાઈ ટંડેલ, સુરેશભાઈ કાંતિભાઈ ટંડેલ, નયનાબેન સુરેશભાઈ ટંડેલ, ધીરુભાઈ જેંતીલાલ દલાલ, વર્ષાબેન ધીરુભાઈ દલાલ, ગુલાબભાઈ ભગવાનભાઈ ટંડેલ, સવિતાબેન ગુલાબભાઈ ટંડેલ, સંતોષભાઈ ચીમનભાઈ ટંડેલ, હરેશ્વરી બેન સંતોષભાઈ ટંડેલ, રાજેશભાઈ બાબુભાઈ ટંડેલ, નીલીમાબેન રાજેશભાઈ ટંડેલ, જીગ્નેશભાઈ દિનેશભાઈ ટંડેલ, ડિમ્પલબેન દિનેશભાઈ ટંડેલ, રમણભાઈ રામજીભાઈ ટંડેલ, મંજુબેન રમણભાઈ ટંડેલ, દિનેશભાઈ મોહનભાઈ ટંડેલ તથા સુમિત્રાબેન દિનેશભાઈ ટંડેલ વગેરે બેઠા હતા. ગોળ મહારાજ તથા ભૂદેવોના મધ્યમ થકી શ્લોક, મંત્રોચ્ચાર, પૂજા - અર્ચના, વિવિધ પ્રકારની વિધિઓ તથા આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞ હોમ પત્યાબાદ શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરના પૂજારી મારફતે આરતી ઉતારવામાં આવી હતી. પધારેલ ગામના ભક્તજનો પ્રભુના દર્શન કરી યજ્ઞમાં નાળિયેર હોમી, પ્રસાદ તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્ય થયા હતાં. શ્રી માછી મહાજન પંચના પ્રમુખશ્રી સુરેશભાઈ ટંડેલ અન્ય હોદ્દેદારશ્રીઓ, મેમ્બર્સ ભાઈઓ, શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર સેવા સમિતિના સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, વડીલબંધુઓ, માતા / બહેનો, યુવા મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ મુક્તિ ફોજ ફળિયા તથા શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર મહાપ્રસાદ સેવા સમિતિને સોંપવામાં આવી હતી. મુક્તિ ફોજ ફળિયા તથા સેવા સમિતિના સભ્યો દ્વારા અથાગ પ્રયત્નો થકી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment