News
બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જયંતી નિમિત્તે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને વાપી ગીતાનગર ખાતે પુષ્પાંજલી અર્પણ કરી કીટ વિતરણ અને નાના બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું
દિવ્યેશ કૈલાશનાથ પાંડે મીડીયા કન્વીનર વલસાડ જિલ્લા ભાજપ દ્વારા :- ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી ની જયંતી નિમિત્તે ગુજરાત સરકારના નાણાં,ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને વાપી ગીતાનગર નગર ખાતે શ્રી આંબેડકરજી જયંતિ વાપી ના ઇન્ચાર્જ શ્રી અજિતભાઈ મેહતા ના નિવાસસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરી કીટ વિતરણ અને નાના બાળકોને ચોકલેટ વિતરણ કરવાનું કાર્યક્રમ યોજાયો હતો,નાણાંમંત્રીશ્રી એ ઉપસ્થિત સહુને એમનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું,
વાપી શહેર મહામંત્રી શ્રી વિરાજભાઈ દીક્ષાણીએ બંધારણ વિશેનો પઠન કરી ટૂંકમાં જરૂરી જાણકારીઓ આપી હતી, શ્રી અજીતભાઈ મહેતાએ બાબાસાહેબ આંબેડકરજીના જીવન વિશે વિસ્તૃત જાણકારી અને માહિતીઓ આપી હતી*
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,પ્રદેશ એસ.સી.મોરચના કારોબારી સભ્ય શ્રી વસંતભાઈ પરમાર,વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, વાપી નોટિફાઇડ પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સમયભાઈ પટેલ, વિ.આઈ.એ.ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શ્રીમતી દેવલબેન દેસાઈ, શ્રી અભય ભાઈ નહાર, વાપી નોટિફાઇડ ના પૂર્વ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ,વાપી નગરપાલિકા ના પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી મિતેષભાઈ દેસાઈ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા ના પૂર્વ સભ્યો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment