NSTEDB ભારત સરકાર દ્બારા પ્રાયોજીત રોફેલ ફાર્મસી કોલેજમાં વિધાર્થીનીઓ માટેમહિલા ઉધોગ વિકાસ માટે ર૮ દીવસીય વર્કશોપ યોજાયો

રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ શ્રી જી.એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી, વાપી ખાતે EDII અમદાવાદ સાથે સંકળાયેલ અને NSTEDB, ભારત સરકાર દ્બારા પ્રાયોજિત ર૮ દિવસીય મહિલા ઉધોગ સાહસ વિકાસ કાર્યક્રમ તા. ૩ માર્ચ, ર૦રપ થી ૩૧ માર્ચ, ર૦રપ સફળતા પૂર્વક યોજાયો.
આ કાર્યક્રમમાં બી. ફાર્મ અને એમ. ફાર્મની કુલ ૩૩ વિધાર્થીનીઓએ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ઉધોગ અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિવાળા રપ જેટલા નિષ્ણાંતો દ્બારા કુલ ૪ર સત્રો યોજાયા હતા. ભાગ લેનાર તમામ વિધાર્થીનીઓને મંગલમ્‌ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિકસ લિમિટેડ ખાતે મુલાકાતનું પણ આયોજન કરાયુ હતુ. 
આ કાર્યક્રમના સમાપન સમારંભમાં શ્રી પાર્થીવ મહેતા (સ્ટાર્ટઅપ વાપી પેટ્રોન), શ્રી કૃષીત શાહ (સ્ટાર્ટ વાપી પેસિડન્ટ), શ્રી પંતજલી ચૌધરી EDII, રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનાં પ્રો.વોસ્ટ અને ડીન ડો. અરિન્દમ્‌ પાલ, યુનિવર્સિટીનાં રજીસ્ટાર ડો. પ્રિયકાંત વેદ તથા મેનેજમેન્ટ કોલેજનાં ડીન ડો. કેદાર શૃકલા દ્બારા ભાગ લેનાર વિધાર્થીનીઓને મેડલ તેમજ સર્ટિફીકેટ આપી ઉધોગ સાહસિકતા તેમજ સ્વાવલંબી બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
 આ કાર્યક્રમનું સંચાલન ડો. ચિરાગ દેસાઈ, કુ. બિજલ પટેલ (પ્રાધ્યાપક, રોફેલ શ્રી જી.એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી) દ્બારા કરવામાં આવ્યું હતું. રોફેલ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રીઓએ આ સફળ કાર્યક્રમ બદલ અભિનંદન આપી ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતાં રહે તે માટે પ્રેરણા પુરી પાડી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close