ઉમરસાડી માછીવાડ ગામમાં સમુહ સત્ય નારાયણની કથા સાથે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

કિલ્લા  પારડી, ઉમરસાડી માછીવાડ ગામમાં શ્રી માછી મહાજનપંચ સંચાલિત ગુરુસેવક સમિતિ , મહિલા મંડળ તથા મંદિર કમિટી દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ સમુહ સત્યનારાયણ કથાનું આયોજન ઉપરાંત શ્રી માછી મહાજનપંચ આયોજિત રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સત્યનારાયણ કથામાં સ્વેચ્છાએ ( ૧૦ )  દસ યુગલોએ નામ નોંધાવી પૂજાનો લાભ લીધો હતો. 
ગોર મહારાજ ધર્મેશભાઈ ઉપાધ્યાયના તથા અન્ય ભૂદેવોના આશીર્વાદ, મંત્રોચ્ચાર, પૂજા - અર્ચના, આરતી જેવી વિવિધ પ્રકારની વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી.
સત્યનારાયણ કથા સંપન્ન બાદ બપોરે  બાર ( ૧૨ ) કલાકે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીની મંદિરના પૂજારી મારફતે આરતી ઉતારવામાં આવી હતી. સત્યના કથા, ભગવાન શ્રીરામ દર્શન તથા આરતીનો લાભ લેવા આખું ગામ મંદિરમાં ઉમટી પડ્યું હતું. ભાવિક ભક્તજનોથી આખુ મંદિરનું પ્રતાંગણ ખીચો - ખીચ ભરેલુ જોવાં મળ્યું હતું. મંદિર પરિસરમાં ઊભા રહેવાની પર જગ્યા ન હતી જેથી કરી યુવાન મિત્રો, નાના ભૂલકાઓ, વડીલબંધુઓ મંદિરની બહાર ખડા પગે ઉભા રહી આરતીનો લાભ લીધો હતો. આરતી પત્યા બાદ ભજન કીર્તન, રામધૂનથી આખું મંદિર ગુંજી ઉઠ્યું હતું. રામલલ્લા ( પ્રભુના દર્શન ), પ્રસાદ તથા મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી ભાવિક ભક્તોજનો  વિખુટા પડ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી માછી મહાજનપંચના પ્રમુખશ્રી સુરેશભાઈ પી. ટંડેલ, ઉપપ્રમુખશ્રી ક્રિષ્નાભઈ વી. ટંડેલ, અન્ય હોદ્દેદાશ્રીઓ તથા મેમ્બર્સ ભાઈઓ, મહિલા મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારો, ગુરુસેવક સમિતિના હોદ્દેદારો તથા મંદિર કમિટીના સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને પાર પાડવાની સંપૂર્ણ જવાબદારી મુક્તિ ફોજના શીરે હતી. આખું ફળિયું તનતોડ મહેનત કરતાં નજરે પડ્યા હતાં. સમગ્ર ફળિયાના  સહિયારો પ્રયાસો થકી સત્ય નારાયણ પૂજા તથા રામનવમી પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close