News
વાપી મ.ન.પાના ઈસ્ટ(પૂર્વ)ઝોનના નાગરીકોને સ્પર્શતા પ્રશ્નો અને આ ઝોનમાં હાથ ધરી શકાય તેવા વિકાસકામો અંગે વિચાર-વિમર્શ સૂચન માટે પ્રબદ્ધ આગેવાનો સાથે એક મીટીંગનું આયોજન
વાપી મહાનગરપાલિકા પોતાના નાગરીકોને ઉત્તમ સેવા પુરી પાડવા કટિબદ્ધ છે.તેના ભાગરૂપે વાપી મ.ન.પાના ઈસ્ટ(પૂર્વ)ઝોનના નાગરીકોને સ્પર્શતા પ્રશ્નો અને આ ઝોનમાં હાથ ધરી શકાય તેવા વિકાસકામો અંગે વિચાર-વિમર્શ સૂચન માટે પ્રબદ્ધ આગેવાનો સાથે એક મીટીંગનું આયોજન તા.૫/૪/ ૨૦૨૫ના રોજ સવારે ૧૧.૧૫ કલાકે ઈસ્ટઝોનની છીરી ખાતે કાર્યરત કચેરીના સભાખંડમાં નાયબ મ્યુનીસીપલ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવેલ. દિપ પ્રાગટ્ય કરી મીટીંગની શરુઆત કરવામાં આવી.
નાયબ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકે નવરચિત મનપા માં પોતાના ઝોનમાં સમાવિસ્ટ ગામો માંથી ઉપસ્થિત તમામ માજી સરપંચો,સભ્યો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તમામ નગરજનોને આવકારી સરકારશ્રી દ્વારા વાપી તથા આજુબાજુના કુલ ૧૧ ગામોને સમાવી બનાવવામાં આવેલ મહાનગરપાલિકા અંગે વિગતવાર માહિતી આપી મનપા બનવાથી થનાર લાભો બાબતે સમજ આપી હતી
વાપી મનપા દ્વારા હાથ ધરવામાં આવેલ વિકાસના કામો અંગેની માહિતી પુરી પાડી નગરજનોને ગેર સમજથી દુર રહેવા જણાવ્યુ વધુમાં તેઓએ મનપા દ્વારા હાલમાં ટેક્સમાં કોઇ પણ જાતનો વધારો કરવામાં આવનાર નથી અને હાલે જે ટેકસ ચાલુ છે તે મુજબજ ટેકસ લેવામાં આવનાર હોવાનુ ભાર પુર્વક જણાવ્યુ હતુ. તેઓએ સમગ્ર વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પીવાના પાણીની સુવિધા મળી રહે તે મુજબનુ આયોજન હાથ ધરવામાં આવેલ હોવાનુ જણાવી તબબકાવાર તમામ વિસ્તારને આવરી લેવાનો સંકલ્પ વ્યકત કરેલ તથા સાફ સફાઈની કામગીરી પણ ડોર ટુ ડોર કલેકશન સાથે કરવામાં આવી રહેલ હોવાનુ જણાવી નગરજનોને પણ કચરો ગમે ત્યાં નહી નાંખતા ડોર ટુ ડોર કલેકશન માટે આવતા વાહનોમાં જ પોતાના ઘરનો કચરો આપવા અપીલ કરી શહેરને સ્વચ્છ બનાવવા માટે જરુરી સહકાર આપવા જણાવ્યુ હતુ અને ઈસ્ટ ઝોનના સમાવિસ્ટ તમામ વિસ્તારના નાગરિકોને સરકારશ્રીની જન ભાગીદારી યોજના અંગેની સમજ આપી સદર યોજનાનો મહત્મ લાભ લેવા અપીલ કરી હતી. સદર મીટીંગમાં મનપાના ઈજનેરો રેગન પટેલ, રામચંદ્ર દેસાઇ,સંજયઝા તથા ચેતન પરમાર વિગેરે પણ હાજર રહેલ.જે મીટીંગમાં વાપી તાલુકા ભાજપ પ્રમુખ સમય પટેલ,નોટી ફાઇડ બોર્ડના માજી ચેરમેન હેમંતભાઈ પટેલ,ઈસ્ટઝોનમાં સમાવિસ્ટ ગામોના માજી સરપંચો નુરુદીન ભાઇ ,ધનસુખભાઇ, યોગેષભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ તથા ગામના આગેવાનો તથા મોટી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહેલ.
Previous article
Next article
Leave Comments
Post a Comment