News
ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, વલસાડ ખાતે ૦૩/૦૪/૨૦૨૫ અને ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ વિદ્યાર્થીઓમાં રહેલ ટેકનિકલની સ્કિલ ની પ્રતિસ્પર્ધા માટે વાર્ષિક ઉત્સવ
"AVINYA 2025" ની ઉજવણી થયેલ હતી. જેમાં સમસ્ત ગુજરાત, દમણ અને સેલવાસ ખાતે આવેલ તમામ એન્જિનિયરિંગ પોલિટેનિક અને સાયન્સ કોલેજોમાં અભ્યાસ કરતા લગભગ ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ૫૭૮ ટીમ બનાવી 28 પ્રકારની વિવિધ ટેકનિકલ તથા નોન ટેકનીકલ ઇવેન્ટમાં ભાગ લીધેલ હતો. જેમાં રોબોટ બનાવવા, ૩D પ્રિન્ટિંગ ડિઝાઇન મોડેલ બનાવવા, બ્રિજ મોડલના લોર્ડનું ટેસ્ટીંગ તેમજ કેમિકલ ફેક્ટરીમાં સેફટી ને લગતા જરૂરી એવા વિવિધ પ્રકારના ટેકનિકલ ઇવેન્ટ આયોજિત કરવામાં આવ્યા હતા.
આ ઇવેન્ટમાં વધારાના આકર્ષણ તરીકે આર્ટ એક્સ્પો, ફોટો એક્સપો તથા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ કારનું પ્રદર્શન કરવાનું આયોજન કરેલ હતુ. સમસ્ત ટેકનિકલ સ્પર્ધાનું સંચાલન સંસ્થાના આચાર્યશ્રી ડૉ. વી. ડી. ધીમન ના નિર્દેશન અને ડૉ રાહુલ વી પ્રજાપતિ તથા પ્રોફેસર નૈનેશ એસ પટેલ તથા વિભાગના ફેકલ્ટી કોર્ડીનેટરશ્રીઓ ના માર્ગદર્શન હેઠળ સંસ્થાના વિદ્યાર્થીઓ મોનાર્ક દુધાત્રા અને વિજય સિંગ અને વિભાગના સ્ટુડન્ટ કોર્ડીનેટર દ્વારા કરવામાં આવ્યું હતું. AVINYA 2025 ના ઉદ્ઘાટન સમારોહ માટે વાપીના સમાજસેવી તથા ઉદ્યોગપતિ શ્રી પાર્થિવ મહેતા ને મુખ્ય અતિથિ તરીકે બોલાવેલ હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે સ્ટાર્ટઅપ વાપી ના સંસ્થાપક શ્રી કૃષિત શાહ અને ઉદ્યોગપતિ શ્રી નીરવ જાની ને બોલાવેલ હતા જેઓ ટેકનીકલ સ્કીલને કેવી રીતે સ્ટાર્ટઅપમાં કન્વર્ટ કરી શકાય તે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા. અને સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીરામ ઇલેક્ટ્રિકલ ના સંસ્થાપક શ્રી નિશાંત પરવડીયા ને બોલાવવામાં આવ્યા હતા જેઓએ વિદ્યાર્થીને તેઓના સુંદર પ્રદર્શન માટે આભાર વ્યક્ત કરેલ હતો. આ ટેકનીકલ પ્રતિસ્પર્ધામાં કુલ ૬૩ ટીમ વિજેતા બનેલ હતી જેઓને ૬૮૦૦૦ રૂપિયા જેટલુ ઇનામ રાશિની વહેચણી કરેલ હતી. વધુમાં આ બે દિવસ દરમિયાન વલસાડ તાલુકામાં આવેલ ધોરણ 10 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પોલિટેકનિક અને ટેકનિકલ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષકો એમ કુલ ૮૦૦ જેટલા લોકોને કોલેજના SSIP સેલ ના કોર્ડીનેટર ડૉ કશ્યપ એલ મોકરીયા અને તેમની ટીમ દ્વારા ઇનોવેશન, સ્ટુડન્ટ સ્ટાર્ટ આપ દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment