News
સાંસદ ડો.કે.સી.પટેલે તેમને ફાળવાતી ગ્રાન્ટમાંથી કુલ રૂ.1.20 કરોડની માતબર રકમ ફાળવી
વલસાડ જિલ્લાના ધરમપુર,કપરાડા અને ઉમરગામ તાલુકાના કુલ 3 સામૂહિક પ્રાથમિક કેન્દ્રોમાં ઓક્સિજન ટેંક બનાવવા માટે સાંસદ ડો.કે.સી.પટેલે તેમને ફાળવાતી ગ્રાન્ટમાંથી કુલ રૂ.1.20 કરોડની માતબર રકમ ફાળવી છે.જેના કારણે આ સીએચસીમાં આવતા કોરોના દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળી રહેશે.
હાલની કોરાના મહામારીના સમય વચ્ચે દર્દીઓને દરેક પ્રકારની સુવિધાની જરૂરિયાત છે.જેને લઇ સાંસદ ડો.કે.સી.પટેલે ધરમપુર વિધાનસભા આવતા અટગામ સીએચસીમાં રૂ.40 લાખ,કપરાડા વિધાનસભા વિસ્તારના રોહિણા સીએચસીમાં રૂ.40 લાખ અને ઉમરગામ તા.ના ભીલાડ સીએચસી માટે રૂ.40 લાખની ગ્રાન્ટની ફાળવણી માટે જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા આયોજન અધિકારીને લેખિત પત્ર સુપરત કર્યો હતો.જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ રાજેશ ભાનુશાલી અને જિ.મીડિયા કન્વીનર દિવ્યેશ પાંડે હાજર રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment