ધરમપુરની યુવતી સાથે વલસાડના યુવકે દગો કર્યો ચાંદલા માં રિંગ ન આપતા યુવતીને લગ્નના દિને જ ના પાડી અને ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ધરમપુર તાલુકાના એક ગામની 19 વર્ષીય યુવતીને વલસાડ તાલુકાના યુવકે ચાંદલાવિધિ કર્યા પછી વિશ્વાસમાં લઇ લગ્ન કરવાનું વચન આપી શરીર સબંધ બાંધી લગ્નના દિને ચાંદલા સમયે દહેજમાં સોનાની વીંટી નહીં આપી હોવાનું જણાવી લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
    ધરમપુર તાલુકાની યુવતી સાથે વલસાડના અટગામ ગામના સતીષ પટેલ સાથે થયેલી ચાંદલા વિધિમાં સતીષ પટેલે યુવતીને ચાંદીના સાંકળા અને યુવતીએ સતીષ પટેલને ચાંદીની ચેન ભેટ આપી હતી. જે બાદ સતીષ પટેલે અલગ અલગ દિવસોમાં તેના ઘરે લઈ જઈ યુવતી સાથે શરીરસબંધ બાંધ્યા હતા. ત્યારબાદ નક્કી થયેલી લગ્નની તારીખ 24-25/04/2021 કોરોનાના વધુ કેસ હોવાથી રદ કરી તા. 24-25/05/2021ના રોજ રાખવામાં આવ્યા હતા. જોકે તા.25/05/2021ના રોજ જાન નહીં આવી હતી. અને સતીષ પટેલે ફોન કરી ચાંદલામાં સોનાની વીંટી નહીં આપી હોવાથી લગ્ન નથી કરવાનું જણાવ્યું હતું. જેને લઇ યુવતીએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી છે. આમ ધરમપુરની 19 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી વલસાડના યુવકે દગો આપ્યો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close