કોરોના કહેર માં ગરીબ જનતાને લૂંટનારા આરોપીઓ ની સામે પોલીસે લાલ આંખ કરી છે. રેમેડીસીવીર ઇન્જેક્શન ના કાળા બજાર કરનારા 2 આરોપીઓ સહિત એક મહિલાની ધરપકડ કરી

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ રેમેડીસીવીર ઇન્જેક્શન ના કાળા બજાર કરનારા 2 આરોપીઓ સહિત એક મહિલાની ધરપકડ કરી છે. અને બે ઇન્જેક્શન પણ કબજે કર્યા છે. મહિલા આરોપી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. અને ઇન્જેક્શન વેચવાના કાંડ માં મિટીએટર તરીકે ભૂમિકા ભજવતી હતી.
             મહિલાને આરોપીઓ ઈનેક્શન વેચવાના માં કમિશન આપતા હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં મહોમદ અદનાન સૈયદ અનેં બીજો આરોપી નદીમ કુરેશી.મહિલા આરોપીઓ શ્રદ્ધા મુદલિયારની પોલીસે ધરપકડ કરી છે. 
           આરોપીઓ કોરોના પેશન્ટ ને 20 હજાર માં એક ઇન્જેક્શન વેંચતા હતા પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ઇન્જેક્શન કાંડ નો પર્દાફાશ કર્યો છે..આરોપી અદનાન સૈયદ સિફા મેડિકલ સ્ટોરમાં નોકરી છે. 
   અન્ય એક આરોપી નદીમ કુરેશી ખાતુંન હોસ્પિટલમાં માં મેડિકલ સ્ટોર ધરાવે છે. 2 આરોપીઓ અને એક મહિલા આરોપી સાથે મળીને 50 થી 60 જેટલા ઇન્જેક્શન કોરોના પેશન્ટ ઉંચા ભાવે વેચીને મનાવતા નેવે મૂકી છે. 
  પોલીસ તપાસમાં અન્ય આરોપીઓના ના નામ પણ સામે આવ્યાં છે જેમાં બે કિશોર આરોપીઓ પણ પોલીસ તપાસમાં સામે આવ્યા છે.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close