News
જો સરકાર છૂટછાટ નહીં આપે તો હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન આંદોલન કરશે
હોટલ અને રેસ્ટોરન્ટ ઓનર એસોસિએશને મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખી રાત્રે 12 વાગ્યા સુધી ટેક અવેની છૂટ આપવાની માંગ કરી છે. હોટલ અને રેસ્ટોરન્ટ ઓનર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે પ્રતિ વર્ષ 20 ટકાનો ગ્રોથ કરતા હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયની હાલત કફોડી બની ગઇ છે.
રાજ્યની 50 હજાર કરતા વધુ હોટલ પૈકી 50 ટકા બંધ થવાના આરે છે. 50 હજાર કરતા વધુ રેસ્ટોરન્ટ 12 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી આપે છે… પરંતુ 50 ટકા હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થતાં 6 લાખ લોકો બેરોજગાર થવાની ભીતિ છે. સાથે જ તેમણે છેલ્લા 15 મહિનાથી વ્યવસાય બંધ હાલતમાં હોવાથી એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની પણ માંગ કરી છે.
હોટલ ઓનર્સ એસોસિએશનના સભ્યો આજે મુખ્યપ્રધાનને રજૂઆત કરશે. પરંતુ જો હવે સરકાર છૂટછાટ નહીં આપેતો હોટલ અને રેસ્ટોરન્ટ એસો સિએશન આંદોલન કરશે તેવી ચીમકી નરેન્દ્ર સોમાણીએ ઉચ્ચારી છે.
હોટલ અને રેસ્ટોન્ટ બંધ થઈ ગયા છે. હોટલ માલિકો નુકસાન કરીને ફર્નિચર પણ વેચી રહ્યા છે. અગાઉ ભાડું માફ કરવામાં આવતું કે ઓછું લેવામાં આવતું હતું. હવે તો પૂરેપૂરુ ભાડું લેવામાં આવે છે અને સરકારી ટેક્ષ પણ એડવાન્સમાં લેવામાં આવે છે. હજુ પણ 20થી 25 ટકા હોટલ બંધ થવાની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં 5 સ્ટાર હોટલના ઢાબા સુધીની 40,000 હોટલ છે જેમને 5000 કરોડની નુકસાન 1 વર્ષ દરમિયાન થયું છે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment