News
બાર્જ પી-305ની કેબિન, લાઈફ જેકેટ અને નાની હોડી સહિતના ડોક્યુમેન્ટ સહિતનો સામાન ઉમરગામ દરિયા કિનારેથી મળી આવ્યો
મુંબઈના દરિયામાં તાઉ-તે વાવાઝોડામાં જળ સમાધિ લેનાર બાર્જ 305ના ક્રુમેમ્બરની લાશ શનિવાર સાંજથી મળવાની શરૂ થઈ ગઈ હતી. વલસાડ જિલ્લાના દરિયા કિનારે 7 અને દમણના દરિયા કિનારે 2 મળી કુલ 9 લાશો ગુજરાતના દરિયાપટ્ટી વિસ્તારમાંથી મળી આવી છે. સોમવારે ઉમરગામના દરિયા કિનારેથી બાર્જ પી-305ની કેબિન, લાઈફ જેકેટ અને નાની હોળી સહિતના ડોક્યુમેન્ટ સહિતનો સામાન ઉમરગામ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ મરિન પોલીસને થતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
મુંબઇ નજીક દરિયામાં તાઉ-તે વાવાઝોડામાં એક બાર્જ પી 305 દુર્ઘટનાનો ભોગ બન્યું હતું.. કમનસીબે અનેક ક્રૂ મેમ્બરો સાથે બાર્જ દરિયામાં લાપતા થયું હતું.. ત્યારે ઘટનાના 7 દિવસો વિત્યા બાદ વલસાડ જિલ્લાના દરિયા કિનારાથી આ બાર્જ દુર્ઘટનામાં લાપતા થયેલા ક્રૂ મેમ્બરો ના મૃતદેહો મળી રહ્યા છે. અત્યાર સુધી વલસાડ જિલ્લા ના તિથલ અને ડુંગરી નજીક દરિયા કિનારા વિસ્તારમાંથી 7 મૃતદેહો મળી આવ્યા છે. સાથે જ મહત્વના ડોક્યુમેન્ટ ભરેલી બેગ પણ મળી આવી છે.
આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણ ના દરિયા કિનારે આજે જહાજ નો તૂટેલો કેબીન જેવો ભાગ અને ટાંકી જેવો ભાગ પણ મળી આવ્યો હતો.. સાથેજ નજીક દરિયા કિનારેથી મહત્વના ડોક્યુમેન્ટ્સ ભરેલી એક પણ મળી આવી હતી. બેગમાં મળેલા દસ્તાવેજો જહાજ અને ક્રૂ મેમ્બરો ના હોય તેમ લાગી રહ્યું છે.. ઘટનાની જાણ થતા જ નારગોલ મરીન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તાત્કાલિક મેરિન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સોમવારે ઉમરગામના દરિયાકિનારે નજીકથી જહાજનો કેટલોક ભાગ અને ડોક્યુમેન્ટ ભરેલી બેગ પણ મળી આવી છે. સાથે દરિયા કિનારા વિસ્તારમાંથી જુદા જુદા અંતરે લાઈફ જેકેટ અને લાઇટ બોટ સહિતનો સામાન પણ મળી આવ્યો છે. આ તમામ સામાન મરીન પોલીસે કબજો લઈને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment