વાપીની એસટી ને 45 દિવસથી વધુ સમય થવા છતાં પણ હજુ સુધી મહારાષ્ટ્ર તરફના રૂટો શરૂ થયા નથી

        વલસાડ જિલ્લામાં સૌથી વધારે મહારાષ્ટ્ર તરફ વાપી ડેપોથી 8 એસટી બસો દોડે છે. જેમાં નાસિક, શિરડી, ઔરંગાબાદ, ધુલિયા સહિતનો સમાવેશ થાય છે. પરંતુ મહારાષ્ટ્રમાં અગાઉ કોરોનાના કેસો વધતાં સરકારે અન્ય રાજયોમાંથી આવતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. જેના કારણે એસટી બસો ખાલી આવી રહી હતી.
    પરિણામે મહારાષ્ટ્ર તરફની ટ્રીપોને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. રોજના મોટી સંખ્યામાં મુસાફરોની મહારાષ્ટ્ર તરફ અવર-જવર રહેતી હોય છે. 45 દિવસથી વધુ સમય થવા છતાં પણ હજુ સુધી મહારાષ્ટ્ર તરફના રૂટો શરૂ થયા નથી. જેના કારણે મુસાફરોએ મહારાષ્ટ્રમાં જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે મહારાષ્ટ્ર તરફના એસટી રૂટો કયારે શરૂ થશે તેની પણ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આમ હાલ તો મહારાષ્ટ્ર તરફ એસટીમાં જવા માટે મુસાફરોએ રાહ જોવી પડશે. લોકડાઉન શરૂ થયુ ત્યારથી વાપી ડેપો પર મોટા ભાગે એક્સપ્રેસ બસો આવતી હોવાથી ગ્રામ્ય વિસ્તારથી આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
            રૂટો બંધ હોવાથી રોજના 1 લાખનું નુકસાન
વાપીથી મહારાષ્ટ્ર વચ્ચે એસટી સેવાના કારણે ડેપોને રોજના સરેરાશ 1 લાખની આવક થતી હોય છે. પરંતુ છેલ્લા 45 કરતાં વધુ દિવસથી આ રૂટો પર બસ સેવા ઠપ છે. જેના કારણે ડેપોને 45થી 50 લાખનું નુકસાન થયુ છે. ડેપોની રોજના સરેરાશ આવક ઘટી રહી છે. હજુ પણ 30થી 40 ટકા ટ્રીપો રદ થઇ રહી છે. એસટી સેવા રાબેતા મુજબ થવા હજુ પણ થોડો સમય લાગશે એવું ડેપોના સુત્રો જણાવી રહ્યાં છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close