News
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાત ના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સવારથી ગુજરાતના કેટલાક શહેરોના વાતા વરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયું વાતવરણ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ છે. જેમાં ગરમીથી લોકોને રાહત મળી છે.
હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કહ્યું, હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવે છે. પવન, ભેજ તથા બીજા પરિબળોના કારણે વરસાદને વરસવા માટે અનુકૂળ માહોલ મળી રહે છે. જેના કારણે વરસાદ પડી રહ્યો છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બે દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે.
તા. 26ના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 26 થી 27 વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાંથી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
27 થી 28 વચ્ચે ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ તથા તે પછી સુકુ વાતાવરણ રહી શકે છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment