News
બલિઠામાં ભંગારિયાઓના કચરામાં આગ લાગી, ફાયરને બોલાવવાને બદલે ઝાડની ડાળીઓ કાપી આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા જોકે બાદમાં ફાયર ને બોલાવવામાં આવ્યા હતા
વલસાડ જિલ્લાના વાપીની આસપાસમાં આવેલા બલિઠા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે ભંગારીયા ઓના ગેરકાયદે ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં છાશવારે આગનાં બનાવો બને છે. એવો જ એક વધુ આગનો બનાવ બલિઠામાં આવેલા ભંગારના વાડામાં બન્યો હતો.
મંગળવારે બલિઠા ગામમાં ટોયોટો શૉ રૂમ પાછળ ગેરકાયદેસર ધમધમતા ભંગારના ગોડાઉનમાં એકઠો થતો નકામો કચરો બાજુના ખુલ્લા પ્લોટમાં ઠાલવ્યો હોય આ કચરામાં આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આગની ઘટના બાદ આસપાસના ભંગારીયા ઓએ ભેગા મળી આગને બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતાં.
નવાઈની વાત તો એ સામે આવી હતી કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. નજીકના GEB ના વાયરો અને ટ્રાન્સફોર્મર ને નુકસાન પહોંચાડ્યું હતું. તો પણ ભંગારિયાઓ માણસો ફાયરને જાણ કરવાને બદલે ઝાડની ડાળીઓ કાપી તેના પાંદડાથી આગને બુઝાવવાનો નિરર્થક પ્રયાસ કરતા જોવા મળ્યા હતાં.
જો કે આગને વધતી જોઈ અને ધુમાડાના ગોટેગોટા ઉઠતા આસપાસના ગભરાયેલા લોકોએ ફાયરને જાણ કરી દેતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી.
ઉલ્લેખનીય છે કે વાપી નજીક બલિઠા, છરવાડા, છીરી, સલવાવ, ચણોદ, ડુંગરામાં મોટાપાયે ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો ધમધમે છે. જેમાં દર અઠવાડિયે એક મોટી આગની ઘટના બને છે. પરન્તુ ગામના સરપંચોથી માંડી ને GPCB ના અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખતા આ માથાભારે ભંગારિયાઓ સામે ક્યારેય કોઈ સખ્તાઈ ભરી કાર્યવાહી થતી નથી. ત્યારે જો આવું જ ચાલતું રહેશે તો ક્યારેક આ ભંગારના ગોડાઉનમાં લાગતી આગ મોટી હોનારત સર્જશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment