ડાંગ જિલ્લામા ચાલી રહેલી 'વેકસીનેસન'ની કામગીરીની મુલાકાતે કલેકટર શ્રી ભાવિન પંડ્યા :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૪: ડાંગ જિલ્લાને 'કોરોના મુક્ત' બનાવવા માટે 'વેકસીન' અને 'ટેસ્ટિંગ' એ બે અમોઘ શસ્ત્ર છે, તેમ ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યુ હતુ. 
        જિલ્લામા તા.૨૦મી મે થી ૩૧મી મે ૨૦૨૧ સુધી આયોજિત વેકસીનેસન માટેની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત રવિવારે ગલકુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયેલા કલેકટર શ્રી પંડ્યાએ, વેકસીનેસનના કાર્યક્રમનો વધુમા વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે ગ્રામ્ય કર્મચારી ઓ, અને પદાધિકારીઓએ વ્યાપક જનજાગૃતિ કેળવવી પડશે તેમ જણાવ્યુ હતુ. 
        કલેકટર શ્રી ભાવિન પંડ્યાની ગલકુંડ મુલાકાત વેળા તેમની સાથે નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત,આહવાના મામલતદાર શ્રી ધવલ સંગાડા, 'કોવિડ-૧૯' માટેના આહવા તાલુકાના નોડલ શ્રી શિવાજી તબિયાડ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત સહિતના ગલકુંડ ગ્રામ પંચાયતના સરપંચ, અને સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close